2022 પહેલા ભાજપે બનાવી રણનીતિ, મોદી સરકારની આ યોજનાનો જોરદાર પ્રચાર કરાશે
આવનાર દિવસોમાં ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત ઘણા રાજ્યોમાં ચૂંટણી થવાની છે. ભારતીય જનતા પાર્ટી માટે ઉત્તર પ્રદેશ ચૂંટણી ખૂબ મહત્વપૂર્ણ છે. 400થી વધારે વિધાનસભા સીટો વાળા આ રાજ્યમાં ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજનાનો ખૂબ પ્રચાર કરવાની યોજના બનાવી છે. આ યોજનાના પ્રચાર માટે લોકલ લેવલ પર કાર્યકર્તાઓને આદેશ પણ આપવામાં આવ્યો છે.
ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો પ્રચાર
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, બિજેપીના સંગઠન કાર્યકર્તાઓએ કહ્યું છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો ખૂબ પ્રચાર કરવામાં આવે. જેના માટે બીજેપી શાસિત રાજ્યોમાં દરેક રાશન દુકાનો પર પાંચ કિલો ઘઉં અથવા ચોખાના વિતરણનું બેનર લગાવવામાં આવશે. જેમાં પીએમ મોદી અને રાજ્યના મુખ્યમંત્રીની તસ્વીર હોય.
બેગની ડિઝાઈન પણ કેન્દ્રીય કાર્યાલય તરફથી આપવામાં આવશે
આટલું જ નહીં અનાજ લઈ જવા માટે બેગની ડિઝાઈન પણ કેન્દ્રીય કાર્યાલય તરફથી આપવામાં આવશે. જેના પર કમળનું નિશાન લગાવીને તેનું વિતરણ કરવા કહેવામાં આવ્યું છે. પાર્ટીએ ભાજપના શાસન સિવાયના રાજ્યોમાં પણ કમળના નિશાન લગાવીને બેગ વહેચવાનું કહ્યું છે અને સોશિયલ મીડિયા પર પણ તેનો પ્રચાર કરવા માટે કહ્યું છે.
નવેમ્બર 2021 સુધી આ પ્રચાર યોજના જાહેર કરવા આવશે
પાર્ટી સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર કાર્યકર્તાઓને નવેમ્બર 2021 સુધી આ પ્રચાર યોજના જાહેર કરવા માટે કહેવામાં આવ્યું છે. પાર્ટીના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા સૂચનોમાં આ સંપૂર્ણ અભિયાનમાં કોવિડ નિયમોનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 80 કરોડ દેશવાસિઓને નવેમ્બર 2021 સુધી આ મહિને પાંચ કિલો અનાજ મફત આપવામાં આવી રહ્યું છે.