ગુજરાત

મગફળીના નવા સંશોધિત બિયારણથી ખેડૂતોને થશે અનેક ફાયદા, સ્વાસ્થ્ય માટે પણ છે લાભદાયી

ખેતીમાં પણ અવનવા પ્રયોગો હાથ ધરવામાં આવતા હોય છે. જૂનાગઢ કેન્દ્રીય કૃષિ મગફળી સંશોધન (Junagadh Central Agricultural Peanut Research ) દ્વારા નવી મગફળી બિયારણની જાતનું સંશોધન કરવામાં આવ્યું હતું. 2011થી આ બિયારણનું સંશોધન કરવામાં આવતું હતું. કેન્દ્ર સરકારે 2020માં આ સંશોધનને મંજૂરી આપી હતી.

જૂનાગઢ કેન્દ્રીય કૃષિ મગફળી સંશોધન દ્વારા નવી મગફળી બિયારણની જાત ગિરનાર 4 અને ગિરનાર 5ની શોધ કરવામાં આવી હતી. ગિરનાર 4 અને ગિરનાર 5 મગફળીનું પરીક્ષણ 2011થી ચાલી રહ્યું હતું. આ બાદ 2019માં આ બિયારણને કેન્દ્ર સરકારની મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું. આ બાદ કેન્દ્ર સરકાર દ્વારા 2020માં આ બિયારણને મંજૂરી આપી હતી. આ બાદ દેશના છ રાજ્યોમાં બિયારણ ટ્રાયલ માટે મોકલવાની મંજૂરી આપવામાં આવી હતી.

આ ટ્રાયલમાં સફળતા મળતા આગામી દિવસોમાં ખેડૂતોને નવી મગફળીનું બિયારણ મળશે. આ મગફળી સ્વાસ્થ્ય માટે પણ ખુબ ફાયદાકારક છે.

ગિરનાર 4 અને ગિરનાર 5 નામના મગફળીની ખાસ ખાસિયત એ છે કે આ મગફળીમાં ઓલિક એસિડ 80 ટકા છે. સામાન્ય મગફળીમાં ઓલિક એસિડ 40 ટકા છે. ગિરનાર 4 અને ગિરનાર 5 મગફળીનું તેલ ખાવામાં આવે તો કોલેસ્ટ્રોલ શરીરમાંથી ઘટાડી દે છે. આ મગફળીનું તેલ સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક માનવામાં આવે છે.

આ મગફળીના બિયારણમાં ઓલિક એસિડ અને લીલોનીક એસિડનું પ્રમાણ વધારવામાં આવ્યું છે. તેને લઈ આ મગફળી બિયારણને તમે લાંબા સમય સુધી સંગ્રહ કરવામાં આવે તો બગડવાની શકયતા ઓછી રહે છે. આ મગફળીથી વિદેશ એક્સપોર્ટનું પ્રમાણ પણ વધારી શકાય છે. આ મગફળી માર્કેટ માં આવવાથી ભારત દેશમાં ડિમાન્ડ વધશે અને વધુ નિકાસ કરી શકાશે. ખેડૂતો વધુ આ મગફળીનું ઉત્પાદન કરશે અને વધુ ભાવ મળશે અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય ડિમાન્ડ પણ વધશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x