ધર્મ દર્શન

આજે છે યોગિની એકાદશી, જાણો આ એકાદશીનું મહત્વ, શુભ સમય અને વ્રત કથા

બધી એકાદશીની જેમ આ યોગીની એકાદશી પણ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ભગવાન શ્રી કૃષ્ણએ (Lord Krishna)  એકાદશીના વ્રતનો મહિમા સમજાવ્યો છે. ત્યારે આજે તમને આ એકાદશીના(Ekadashi)  વ્રતને લગતી મહત્વપૂર્ણ બાબતો જણાવીશું.

એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિશેષ મહત્વ

આજે યોગિની એકાદશી છે અનો આ દિવસે ભગવાન વિષ્ણુની(Lord Vishnu)  પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે, યોગીની એકાદશીના વ્રત રાખનારા લોકોને પૃથ્વી પરની બધી સુખ-સુવિધાઓ મળે છે અને અંતે તેઓને મોક્ષ પ્રાપ્તિ થાય છે. સામાન્ય રીતે, ધાર્મિક દ્રષ્ટિકોણથી અષાઢ મહિનો ખૂબ પુણ્યદાયી માનવામાં આવે છે. આ મહિનામાં મુખ્યત્વે યોગિની એકાદશી અને દેવશૈની એકાદશી આવે છે.

ઉલ્લેખનીય છે કે, ચાતુર્માસની શરૂઆત પણ દેવશૈની એકાદશીથી(Devashaini Ekadashi) થાય છે. યોગિની એકાદશી એ અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી છે. એને બધી એકાદશીની જેમ આ પણ ભગવાન વિષ્ણુને સમર્પિત છે.

યોગિની એકાદશીનો શુભ સમય

યોગિની એકાદશી મુખ્ય 04 જુલાઈના રોજ સાંજે 07:55 વાગ્યેથી શરૂ થઈ ગઈ છે અને આજે રાતના 10.30 વાગ્યા સુધી ચાલશે. ઉદય તિથિને લીધે, આ એકાદશીના રોજ ઉપવાસ રાખવામાં આવશે. યોગિની એકાદશીનો પારણા વ્રતનો શુભ સમય 06 જુલાઈ, મંગળવારે સવારે 05.29 થી 08.16 સુધીનો છે.

યોગિની એકાદશીનું મહત્વ

અષાઢ મહિનામાં આવતી આ એકાદશીનું વિશેષ મહત્વ(Importance)  છે. ભગવાન શ્રી કૃષ્ણએ આ એકાદશી વિશે કહ્યું છે કે, યોગીની એકાદશીનું વ્રત 88 હજાર બ્રાહ્મણોને ભોજન આપવાનું ફળ આપે છે. આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે, જો લોકો રક્તપિત્ત (Leprosy) અથવા રક્તપિત્ત ગ્રસ્ત લોકો સંપૂર્ણ નિષ્ઠા સાથે આ એકાદશીનું પર વ્રત રાખે તો તેને આ રોગથી મુક્તિ મળે છે. ઉપરાંત,જાણી જોઈને અને અજાણતાં કરેલા બધા જ પાપોમાંથી મુક્તિ મળે છે, પૃથ્વી પરની તમામ ખુશી મળે છે અને અંતે વ્યક્તિને ભગવાન શ્રી હરિના ચરણોમાં સ્થાન મળે છે.

કેવી રીતે કરશો યોગિની એકાદશીનું વ્રત ?

આ વ્રતના નિયમો એકાદશીના એક દિવસ પહેલા જ સૂર્યાસ્ત પછી શરૂ થાય છે. એક દિવસ અગાઉથી જ આ નિયમોનું પાલન કરવાનું રહેશે. અગાઉની દિવસની સાંજે સાત્ત્વિક ખોરાક લો અને ભગવાનનું ધ્યાન કરો. બીજે દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો, શુધ્ધ કપડાં પહેરો અને ભગવાન વિષ્ણુને સાક્ષી માનીને યોગીની એકાદશીનું વ્રત રાખો.

આ પછી, પૂજા સ્થળે ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરો, વેદી(Vedi)  બનાવો અને 7 પ્રકારના અનાજ રાખો. ભગવાન વિષ્ણુને પીળા ચંદન, પીળા અક્ષત, પીળા ફૂલો, ફળ અને નૈવેદ્ય અર્પણ કરો. અને યોગિની એકાદશીની વાંચીને, અંતે ભગવાન વિષ્ણુની પૂજા કરો. એકાદશીની રાત્રે જાગરણ કરીને ભગવાનનું ભજન કીર્તન કરો. આ એકાદશીનું વ્રત મુખ્યત્વે બીજા દિવસે તોડવામાં આવે છે.

યોગિની એકાદશીની વ્રત કથા

પ્રાચીન સમયમાં,(Ancient Times)  અલકાપુરી શહેરમાં, રાજા કુબેર સાથે હેમ નામનો એક માળી રહેતો હતો. ભગવાન શિવની ઉપાસના માટે તે દરરોજ માનસરોવરથી ફૂલો લાવતો હતો. પરંતુ એક દિવસ તેને ફૂલો લાવવામાં મોડું થયું અને તે મોડી રાત્રે દરબાર પહોંચ્યો. ત્યારે રાજા આ વાતથી ખૂબ ગુસ્સે થયા અને તેને રક્તપિત્ત બનવાનો શ્રાપ આપ્યો.

શ્રાપના પ્રભાવને કારણે, માળી રક્તપિત્ત બની ગયો અને અહીં-ત્યાં ભટકતો રહ્યો. એક દિવસ માળી માર્કન્ડેય ઋષિના આશ્રમમાં પહોંચ્યો. ઋષિ તેમની યોગિક શક્તિથી સમજી ગયા કે માળી શેના માટે દુ: ખી છે. અને ઋષિએ(Saint) માળીને યોગિની એકાદશીનું વ્રત કરવા જણાવ્યું. ઋષિની સલાહ બાદ, માળીએ નિયમ સાથે ઉપવાસ પૂર્ણ કર્યા અને આ ઉપવાસની અસરથી માળીના રક્તપિત્તના રોગથી મુક્તિ મળી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x