વરસાદ ખેંચાતા હવે ખેડૂતો ચિંતાતૂર, સૌરાષ્ટ્રમાં કપાસ-મગફળીના વાવેતર ઉપર ખતરો
હાલ રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા હવે ચોમાસું પાછું ખેંચાયું છે, રાજ્યમાં વરસાદ ખેંચાતા હવે ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. ગુજરાતમાં થતી ખેતી મોટા ભાગે વરસાદ આધારીત હોય છે જગતના તાતે ખેડૂતા પાક માટે વરસાદ પર આધારે રાખવો પડતો હોય છે કેમ કે રાજ્યમા પૂરતા પ્રમાણમાં સિંચાઈની સગવળો જોઈએ એટલી સારી મળતી નથી ત્યારે ખેડૂતો વરસાદી સિંઝનમાં વાવણી કરતા હોય છે પરતું હવે ચોમાસું પાછું ધકેલાતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.
સૌરાષ્ટ્રમાં કપાસ-મગફળીના વાવેતર ઉપર ખતરો
રાજ્યમાં 24.02 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર કરતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ કપાસ-મગફળી પકવતા ખેડૂતોની મૂંજવણ વધી છે. સૌરાષ્ટ્રમાં 9 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવે છે જ્યારે 8 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવતું હોય છે. જો વરસાદ આવખતે પણ ઓછો રહેશે તો તેની અસર ખેડૂતોના પાક પર પડી શકે છે. જૂન મહિનામાં સૌરાષ્ટ્રમાં 12.17 ટકા જ વરસાદ પડ્યો છે જ્યારે હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ 5 દિવસ સુધી વાવણીલાક વરસાદની શક્યતા નહીંવત જોવા મળે છે.
સૌરાષ્ટ્રમાં 9 લાખ હેકટરમાં મગફળીનું વાવેતર
જો વાત કરવામાં આવે તો ખેડૂતો રાત-દિવસ એક કરીને બિયારણનું વાવેતર કરી દીધુ છે અને મોંઘાદાટ બિયારણો, ખાતર તથા જંતુનાશક દવાઓનો ખર્ચો પણ કર્યો છે. પરતું વરસાદ નહીં વરસતા ખેડૂતોનો ઉપજાવેલો પાક હવે સુકાઈ રહ્યો છે. જો વરસાદ હજુ પણ પાછો ખેંચાશે તો ખેડૂતો મુરઝાતો પાક સંપૂર્ણ નાશ થઈ જશે તેની ભિતિ સેવાઈ રહી છે. જો 8 દિવસ સુધી વરસાદ નહીં પડે તો કપાસ, મગફળી, ઘાસચારો, બાજરી, જુવાર, તલ, સોયાબીન વગેરે પાકને નુકસાનની ભીતિ છે.
જૂન મહિનામાં સૌરાષ્ટ્રમાં 12.17 ટકા જ વરસાદ પડ્યો
ઉત્તર ગુજરાતમાં ખેતી લાયક વરસાદ પડયો નથી,ત્યારે હજુ પણ કચ્છમાં સહિતના વિસ્તારોમાં પણ આ જ સ્થિતિ. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ડાંગરના ધરૂ વાળીને બેઠેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. રાજ્યભરમાં હજુ પણ જોઈએ એવો વરસાદ થયો નથી ગુજરાતમાં ખરીફ સીઝનમાં ખેડૂતોએ અત્યાર સુધીમાં 19.25 ટકા એટલે કે 25 લાખ હેક્ટર જમીનમાં વાવણી કરી દીધી છે. એવામાં હજુ પણ વરસાદ ખેંચાશે તો ખેડૂતોને પાક સુકાઈ જવાની ચિંતા સતાવી રહી છે