આરોગ્યરાષ્ટ્રીય

19 જુલાઈ બાદ માસ્ક પહેરવું ન પહેરવું એ તમારી મરજી, લોકડાઉનના પ્રતિબંધો હટાવવાનું એલાન, જાણો કોણે લીધો નિર્ણય

બ્રિટનમાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટના કારણે ત્રીજી લહેર આવી છે.  જો કે 19 જુલાઈથી લોકડાઉનના પ્રતિબંધો હટવવાનું માટે એલાન કરવામાં આવ્યું છે. આ બાદ માસ્ક પહેરવુ‘વ્યક્તિગત ઈચ્છા’ પર નિર્ભર કરશે. આવાસીય મંત્રી રોબર્ડ જેનરિકે રવિવારે આ જાણકારી આપી છે.

પીએમ બોરિસ જોનસન આવતા અઠવાડિયાથી માસ્કને લઈને કરશે જાહેરા

બ્રિટનના મીડિયામાં આવેલા સમાચારોની વચ્ચે મંત્રીએ આ ટિપ્પણી કરી હતી. સમાચારોમાં સંકેત આપ્યા હતા કે પીએમ બોરિસ જોનસન આવતા અઠવાડિયાથી માસ્કને લઈને ફરજિયાતપણાને ખતમ કરવાને લઈને અન્ય મહત્વના પગલાની જાહેરાત કરવાના છે.

આપણે એક અલગ દોર તરફ વધવું પડશે- જેનરિક

જેનરિકે બીબીસીએ કહ્યું કે એવું લાગે છે કે અમારી પાસે રસીકણ કાર્યક્રમની સફળતાને કારણે પ્રતિબંધો હટાવવા અને સામાન્ય સ્થિતિમાં પાછા ફરવાની આશા છે. આપણે એક અલગ દોર તરફ વધવું પડશે. આ વાયરસની સાથે રહેવુ. સાવધાની વર્તવી અને જવાબદારી સાથે રહેતા શીખવું પડશે.

બ્રિટનમાં 3 કરોડ 30 લાખથી વધારે લોકોને બન્ને ડોઝ લાગી ચૂક્યા

બ્રિટનમાં શનિવારે કોરોના વાયરસ સંક્રમણના 24, 885 નવા મામલા આવ્યા અને 18 રોગિઓના મોત થયા છે. રાષ્ટ્રપતિ સ્વાસ્થ્ય સેવાઓના આંકડા અનુસાર બ્રિટનમાં 3 કરોડ 30 લાખથી વધારે લોકોને કોરોનાની રસીના બીજો ડોઝ આપી ચૂક્યા છે અને 85 ટકાથી વધારે વયસ્કને પહેલો ડોઝ અપાઈ ચુક્યો છે.

રસીકરણના કારણે મોત અને ગંભીર દર્દીની સંખ્યા ઘટી

બ્રિટનમાં અત્યાર સુધીના આકંડા મુજબ સંક્રમણ દર ભલે તેઝ હોય પરંતુ હોસ્પિટલમાં દાખલ થનારા અને મરનારાની સંખ્યા બહું ઓછી છે. તેવામાં શક્ય છે કે રસીકરણના કારણે કોરોનાના ઘાતક ગણાતા ડેલ્ટા વેરિએન્ટનની ઘાતક અસર પણ બ્રિટનમાં દેખાઈ નથી રહી.  બ્રિટિશ સ્વાસ્થ્ય અધિકારિઓનું માનવું છે કે રસી નિશ્ચિત રુપથી પોતાાનું કામ કરી રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x