ફંગસ બાદ આ રોગે વધારી ચિંતા, સાજા થયા બાદ કોરોનાના દર્દીઓના ઓગળી રહ્યા છે હાડકા
કોરોના સામે અત્યારે સંપૂર્ણ માનવજાત લડી રહી છે. આવામાં કોરોના સ્વરૂપ બદલીને તો પ્રહાર કરી જ રહ્યો છે. આ સિવાય કોરોનાથી સાજા થયા બાદ અલગ અલગ બીમારીઓ પણ પ્રહાર કરી રહી છે. જી હા બ્લેક ફંગસ એટલે કે મ્યુકરમાઈકોસિસની મુસીબત હજુ માથે તાંડવ તો કરી જ રહી છે. આવામાં અન્ય એક સાઈડ ઈફેક્ટ જોવા મળ્યો છે.
ડોકટરો સામે નવો પડકાર
પહેલા કોરોનાને હરાવીને ઘણા દર્દી ફંગસ સામે લડતા હતા. આવામાં હવે એક નવી બીમારી સામે આવી છે. આ બીમારીનું નામ છે અવૈસ્ક્યૂલર નૈક્રોસિસ (AVN) એટલે કે બોન ડેડ. તમને જણાવી દઈએ આ નામ બોન ડેડ એટલે કે હાડકા ઓગળવા અથવા મારવા પામવા. આ બીમારીએ મુંબઈના તબીબ ક્ષેત્રની મુસીબતો વધારી દીધી છે. જી હા મુંબઈમાં હાલ આ બીમારીના 3 કેસ આવ્યા છે.
કેમ ઓગળે છે હાડકા?
તમને જણાવી દઈએ કે સૌથી ખતરનાક બાબત છે કે આ રોગમાં દર્દીના હાડકા ઓગળવા લાગે છે. અહેવાલ અનુસાર આ બીમારી દરમિયાન હાડકાની પેશીઓ સુધી લોહી ના પહોંચવાના કારણે દર્દીના હાડકા નબળા પાડવા લાગે છે. આ બાબતે ડોકટરોમાં ચિંતા જોવા મળી રહી છે. તેમજ ડોકટરોનું માનવું છે કે કોરોનાની સારવાર દરમિયાન દર્દીને વધુ પ્રમાણમાં સ્ટીરોઇડ આપવામાં આવે છે. જેના કારણે આ બીમારી થવાની સંભાવના છે. ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલમાં જણાવ્યું છે કે ડોકટરોને ચિંતા છે કે આગામી સમયમાં આ રોગના કેસ હજુ વધશે.
તમને જણાવી દઈએ કે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં અત્યારે આવા 3 દર્દીઓની સારવાર ચાલી રહી છે. ત્રણેય દર્દીમાં કોરોનાથી સાજા થયા બાદ આ બીમારી જોવા મળી છે. રિપોર્ટ અનુસાર દર્દીઓની કોરોના સારવાર દરમિયાન મોટી માત્રામાં દવા કોર્ટીકોસ્ટેરોઇડ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સ્વાભાવિક છે કે અત્યારે આવેલા 3 કેસ આગામી સમયને લઈને ચિંતા જન્માવે એવા છે. ફંગસની જેમ જ આ રોગ પણ ખુબ ગંભીર અને ચિંતાજનક લાગી રહ્યો છે. તેમજ આગામી સમયમાં કેસ વધવાની આશંકા પણ જતાવવામાં આવી રહી છે.