રાષ્ટ્રીય

મોદી પ્રધાનમંડળના વિસ્તરણની અટકળ, નરેન્દ્ર મોદી-અમિત શાહ સાથી પક્ષના નેતાઓ સાથે યોજશે મહત્વની બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારનુ વિસ્તરણ કરવામાં આવશે તેવી અટકળ રાજકીય ક્ષેત્રે ચાલી રહી છે. મોદી સરકારના બીજા કાર્યકાળનુ પ્રથમ વિસ્તરણ હશે. પ્રધાનમંડળના વિસ્તરણમાં આગામી સમયમાં યોજાનાર પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને કરવામા આવે તેવી સંભાવના છે.

વિસ્તરણ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 6 જુલાઈના રોજ, સાથી રાજકીયપક્ષના નેતાઓ સાથે બેઠક યોજી શકે છે. ખાસ કરીને, જેડીયુ (JDU), એલજેપી (LJP),એઆઈએડીએમકે (AIADMK), અપના દળ (AAPNA DAL) અને વાયઆરએસ કોંગ્રેસ ( YRS CONGRESS )ના પ્રતિનિધિઓને પ્રધાનમંડળમાં સામેલ કરાઈ શકે છે.

રાજકિય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પ્રધાન મંડળના વિસ્તરણને લઈને આજે મંગળવારે કેટલીક મહત્વપૂર્ણ બેઠકો યોજશે. આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલને દિલ્લીમાં બોલાવાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. તો જ્યોતિરાદિત્ય સિંધિયા અને ભૂપેન્દ્ર યાદવને હાલ દિલ્હીમાં જ રોકાવવાનું કહેવામાં આવ્યું છે.

વર્ષોથી ભાજપના સાથી પક્ષ તરીકે એનડીએમાં રહેલા શિવસેના અને અકાલી દળે, મોદી સરકારના બીજા કાર્યકાળમાં ભાજપ-એનડીએથી છેડો ફાડી નાખ્યો હતો. જો કે, રામવિલાસ પાસવાનના નિધન બાદ, ભાજપ-એનડીએના સાથી પક્ષની ભૂમિકા સિમીત બની હોવાનું માનવામાં આવી રહ્યુ છે. હાલમાં મોદી સરકારમાં માત્ર આરપીઆઈ (આઠવલે) ની ભાગીદારી છે. લોકસભામાં આરપીઆઈનું પ્રતિનિધિત્વ નથી. પરંતુ રાજ્યસભાના સભ્ય એવા આરપીઆઈના અધ્યક્ષ રામદાસ આઠવલેને રાજ્યકક્ષાના પ્રધાન તરીકે સમાવવામાં આવ્યા છે.

મોદી પ્રધાનમંડળના વિસ્તારમાં, ચાર સાથીપક્ષના પ્રતિનિધિને સમાવવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે. જેમાં જેડીયુ (JDU), એલજેપી (LJP),એઆઈએડીએમકે (AIADMK), અપના દળ (AAPNA DAL) અને વાયઆરએસ કોંગ્રેસ ( YRS CONGRESS )ના પ્રતિનિધિઓને વડા પ્રધાન મોદી પોતાના પ્રધાનમંડળમાં સામેલ કરી શકે છે.

આગામી વર્ષે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુર રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે. આ રાજ્યોમાં પણ વિસ્તરણ દ્વારા જ્ઞાતિ, જાતિ-સામાજિક સમીકરણને જાળવવામાં આવશે. પ્રધાનમંડળના વિસ્તરણ બાબતે, બધાની નજર ઉત્તર પ્રદેશ ઉપર છે. આ ઉપરાંત ઉતરાખંડના પૂર્વ સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવત અથવા ઉત્તરાખંડના તીરથસિંહ રાવતને કેબિનેટમાં સ્થાન આપવામાં આવશે તેવી ચર્ચા ચાલી રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x