આરોગ્યરાષ્ટ્રીય

ભારતમાં કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે દૈનિક કેટલા લાખ લોકોને વેક્સિન આપવી પડશે, જાણો શું છે વર્તમાન સ્થિતિ

ભારત પ્રાર્થના કરી રહ્યું છે કે, કોરોનાની ત્રીજી લહેર દેશભરમાં કહેર ન વર્તાવે. સંચાલકો, આરોગ્ય કર્મચારીઓ અને રસી ઉત્પાદકો કોરોનાની આગામી લહેરને રોકવા માટે સખત મહેનત કરી રહ્યા છે. જો કે, દેશમાં જે ગતીથી રસી અપાઈ રહિ છે, તે દર કોરોનાની ત્રીજી લહેર અને સંક્રમણને ટાળવા માટેની શ્કયતામાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે.

એક અહેવાલ પ્રમાણે એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે, દેશમાં કોરોનાની ત્રીજા લહેરને રોકવા માટે ભારતે આ વર્ષે ડિસેમ્બર સુધીમાં રસીના બંને ડોઝ સાથે 130 કરોડની વસ્તીના ઓછામાં ઓછા 60 ટકા લોકોનું વેક્સિનેશન (vaccination) પુર્ણ કરવુ પડે તેમ છે. આ આંકડો પ્રાપ્ત કરવા માટે આપણે દરરોજના 86 લાખ લોકોને વેક્સિન આપવી આપવી આવશ્યક છે.

વર્તમાન સ્થિતિ પ્રમાણે એક અઠવાડિયા કરતાં થોડો વધુ સમયથી દેશમાં અંદાજે 40 લાખ લોકો દૈનિક વેક્સિન લઈ રહ્યા છે. ત્રીજી લહેરનો સામનો કરવામાં આ આંકડામાં હજુ 46 લાખની કમી દેખાઈ રહી છે. મહત્વનું છે કે, ગત રવિવારે ફક્ત 15 લાખ લોકોએ તેમનો વેક્સિનનો ડોઝ લગાવ્યો હતો.

મહત્વનું છે કે, ત્રજી લહેરને રોકવા માટે જરુરી વેક્સિનેશન દર પ્રાપ્ત કરવાનો વર્તમાન સ્થિતિ પ્રમાણેનો ટાર્ગેટ 86 લાખ છે, જેમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં ગઈકાલે 39,796 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સંખ્યા લગભગ ત્રણ મહિનામાં સૌથી ઓછો દૈનિક વધારો છે. પરંતુ કોરાનાની પ્રકૃતિ અને તેની ફેલાવવાની ક્ષમતાને જોતાં આ રાહતની બાબત બની શકે નહીં.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x