કોરોનાને માત આપી ચૂકેલા દર્દીઓમાં જોવા મળી ગંભીર સમસ્યા, શરીરના આ અંગમાં જામે છે લોહીના ગટ્ઠા
કોરોનાને માત આપનારા દર્દીઓમાં હવે એક નવી ચિંતા જન્મી છે. દર્દીની નસને બદલે ધમનીઓમાં લોહીના ગટ્ઠા જામી જવાનું સામે આવ્યું છે. જીવ બચાવવા માટે અંગોને પણ કાપવા પડી શકે છે. આ સમસ્યાની સારવાર સમયસર કરી લેવાય તો દર્દીનો જીવ બચી શકે છે ્ને મોડું થાય તો શરીરના પ્રભાવિત અંગને કાપવા પડી શકે છે.
અહીં સામે આવી રહ્યા છે આ ગંભીર કેસ
મુંબઈના કોકિલાબેન હોસ્પિટલમાં કોરોના વાયરસના કારણે લોહીની નસોમાં લોહીના ગટ્ઠા જામવાના અનેક કેસ સામે આવ્યા છે. પરંતુ હવે ધમનીઓમા લોહી ક્લોટ થવાના કેસ આવી રહ્યા છે જેને ડોક્ટરી ભાષામાં આર્ટરિયલ થ્રોમ્બોસિસ કહેવાય છે. ધમનીમાં બ્લડ ક્લોટથી ગેંગરીનનો ખતરો રહે છે. રોગીનો જીવ બચાવવા માટે હાથ કે પગને પણ કાપવાની સમસ્યા આવી જાય છે.
શરીરને કેવી રીતે કરે છે અસર
આર્ટરીમાં ક્લોટથી અન્ય અંગોને પણ ખતરો રહે છે. હેરાન કરનારી વાત એ છે કે કોરોનાને માત આપ્યા બાદ લગભગ 2 અઠવાડિયામાં બ્લડ ક્લોટના કેસ સામે આવ્યા છે. ચિંતાજનક વાત એ છે કે આ તકલીફ યુવાઓમાં જોવા મળી રહી છે. તેમની ઉંમર 30 વર્ષથી નાની છે અને થોડી વધારે પણ હોઈ શકે છે. કોરોના બાદ બ્લેક ફંગસ અને હવે આર્ટરિયલ થ્રોમ્બોસિસ જીવન માટે મુશ્કેલી વધારી શકે છે. તેનું કારણ જાણવા માટે મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ સહિત મોટા સેન્ટરના વેસ્ક્યુલર સર્જનની ટીમ કામ કરી રહી છે. શક્ય છે જુલાઈ બાદ સારા પરિણામ આવે.