મોદી કેબિનેટમાં વિસ્તરણની સંભાવના વચ્ચે PMના ઘરે આજે યોજાનારી બેઠક રદ્દ
અગાઉ, સૂત્રોના હવાલેથી જણાવવામાં આવ્યું હતું કે આ બેઠકમાં મંત્રીઓના કામની સમીક્ષા અને મંત્રાલયોની આગળની યોજનાઓ અંગે કરવામાં આવેલા અહેવાલમાં ચર્ચા કરવામાં આવશે.બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ, ધર્મેન્દ્ર પ્રધાન, પિયુષ ગોયલ, પ્રહલાદ જોશી અને નરેન્દ્રસિંહ તોમર ઉપસ્થિત રહેશે. આ પહેલા 20 જૂને પીએમ મોદીએ તેમના વરિષ્ઠ મંત્રીઓ સાથે છેલ્લા બે વર્ષમાં કરવામાં આવેલા કામની સમીક્ષા કરી હતી.
7 જુલાઈએ વિસ્તરણ થાય તેવી ચાલી રહી છે ચર્ચા
મોદી સરકાર તેમના મંત્રીમંડળનું આ અઠવાડિયે વિસ્તરણ કરી શકે છે.. એવી માહિતી સામે આવી છે કે 7 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદ મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. નવા મંત્રીમંડળમાં 17 થી 22 મંત્રી શપથ લેવાના છે.
એવુ માનવામાં આવી રહ્યું છે કે જે રાજ્યોમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી છે, તે રાજ્યોને ધ્યાનમા રાખીને મંત્રિમંડળનું વિસ્તરણ કરવામાં આવશે. ત્યારે કયા રાજ્યથી કેટલા મંત્રીઓ મંત્રિમંડળમાં શામેલ થશે તે વિશે અમે આપને જણાવી દઈએ.
કોણ કોણ મંત્રાલય છોડી શકે ?
પ્રકાશ જાવડેકર, પીયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, નિતિન ગડકરી, ડો હર્ષવર્ધન, નરેન્દ્ર સિંહ તોમર, રવિશંકર પ્રસાદ, સ્મૃતિ ઈરાની અને હરદીપ સિંહ પુરી આ વખતે મંત્રાલય છોડે તેવી શક્યતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રીમંડળમાં 81 સદસ્ય થઈ શકે છે. હાલ 53 મંત્રી છે. એટલે કે નવા 28 મંત્રીઓને મંત્રિમંડળમાં જોડવામાં આવી શકે છે.