થાવરચંદ ગેહલોતને રાજ્યપાલ બનાવીને PM મોદીએ ‘એક તીરથી ચાર શિકાર’ કર્યાં, જુઓ શું કર્યું
થાવરચંદ ગેહલોત રાજ્યસભાના કોટામાંથી મંત્રી છે. ભાજપે સૌ પ્રથમ 2012 અને પછી 2018 માં મધ્યપ્રદેશથી રાજ્યસભા મોકલ્યાં હતા. ગેહલોતે ભાજપ સંસદીય બોર્ડના સભ્ય પણ છે. પીએમ મોદીએ ગેહલોતને રાજ્યપાલ બનાવીને ત્રણ તીરથી ત્રણ નિશાન સાધ્યાં હોવાનું કહેવાઈ રહ્યું છે. કારણ કે રાજ્યપાલ બની જતા જ ગેહલોત રાજ્યસભાના સાંસદ પણ નહીં, કેન્દ્રીય મંત્રી પણ નહીં રહે અને ભાજપ સંસદીય બોર્ડના સભ્ય પણ નહીં રહી, આમ ગેહલોતને રાજ્યપાલ બનાવવાથી એકીસાથે ચાર હોદ્દા ખાલી થયા છે. આમ ગેહલોતને રાજ્યપાલ બનાવવાથી એકીસાથે ચાર હોદ્દા ખાલી થયા છે. ગેહલોત હવે રાજ્યસભામાંના નેતા પણ રહ્યાં નથી.
એક તીરથી ત્રણ નિશાન પાર પાડ્યાં
પૂરી સંભાવના છે કે ગેહલોતને રાજ્યપાલ બનાવવાનો નિર્ણય કરતી વખતે મોદીએ આ મુદ્દે જરુરથી વિચાર કર્યો હશે. હવે ગેહલોતને રાજ્યપાલ બનાવાયા હોવાથી તેમના દ્વારા ધારણ કરી રાખેલા ત્રણ હોદ્દા ખાલી પડ્યાં છે અને તેમને સ્થાને 3 નેતાઓને સમાવી શકાય છે.
રાષ્ટ્રપતિ પદ માટે પણ ગેહલોતના નામની ચર્ચા થઈ હતી
પીએમ મોદી અને અમિત શાહે જ્યારે રાષ્ટ્રપતિના હોદ્દા માટે કોઈ દલિત ચહેરાની તલાશ શરુ કરી હતી ત્યારે પહેલો કળશ થાવરચંદ ગેહલોત પર ઢોળાયો હતો. જોકે અંતિમ મહોર રામનાથ કોવિંદ પર લાગી હતી. કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીનું નિધન થયું ત્યારે ગેહલોતને સંસદમાં રાજ્યસભાના નેતા બનાવાયા હતા.
કયા રાજ્યના રાજ્યપાલ બદલાયા?
– થાવરચંદ ગેહલોતને કર્ણાટક
– રમેશ બૈસને ઝારખંડ
-બંડારુ દત્તાત્રેયને હરિયાણા
– મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશ
-સત્યદેવ નારાયણને ત્રિપુરા
-હરિ બાબુને મિઝોરમ
-પી.એસ શ્રીધરન પિલ્લઈને ગોવા
– રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને હિમાચલ પ્રદેશ
વજુભાઈ વાળાને કર્ણાટકના રાજ્યપાલ પદેથી કરાયા મુક્ત
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના વતની અને ભાજપના એક સમયના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાને કર્ણાટકના રાજ્યપાલ પદેથી મુક્ત કરવામાં આવ્યા છે. તેઓ 2014થી કર્ણાટકના રાજ્યપાલ હતા. તેમની જગ્યાએ થાવરચંદ ગેહલોતની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા નિમણૂક કરવામાં આવી છે.
મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે ફરી એક વખત ગુજરાતના નેતા
મંગુભાઈ પટેલ ભાજપના મોટા નેતા છે અને તેઓ 1982થી 87 સુધી નવસારી નગરપાલિકાના કોર્પોરેટર રહ્યાં છે. અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. 1990થી લઇ 2007 સુધી ગુજરાતના ધારાસભ્ય રહી ચૂક્યા છે. અને ગુજરાત સરકારમાં વન મંત્રી પણ રહી ચૂક્યા છે. મંગુભાઇ પટેલ ગુજરાત વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર પણ રહી ચૂક્યા છે. હવે તેમની મધ્યપ્રદેશના 19મા રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ પહેલાં આનંદીબેન પટેલ પાસે મધ્યપ્રદેશના રાજ્યપાલનો વધારાનો હવાલો હતો.