ગુજરાત

ગુજરાતની રથયાત્રાને લઈને મોટા સમાચાર, જાણો કેબિનેટ બેઠકમાં શું થઈ ચર્ચા

આજરોજ ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં રથયાત્રાની મંજૂરીને લઈને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ચર્ચા વિચારણા બાદ રાજ્ય સરકાર દ્વારા રથયાત્રાને શરતી મંજૂરી આપવાની રાજ્ય સરકારે તૈયારી દર્શાવી છે. જો કે હજુ સુધી કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો નથી.

બેઠક બાદ લેવાશે નિર્ણય

તો રથયાત્રા કેવી રીતે યોજી શકાય અને કોરોનાકાળમાં કઈ બાબતનું ધ્યાન રાખવું પડશે તે અંગે ગૃહમંત્રી સત્તાવાર જાહેરાત કરશે. આ સાથે જ સરકાર દ્વારા એવું પણ જણાવવામાં આવેલ છે કે, જગન્નાથ મંદિર ટ્રસ્ટ નહીં પરંતુ સરકાર નક્કી કરશે એ રીતે રથયાત્રા નિકળશે. તો એવું પણ જણાવવામાં આવ્યું છે કે, રથયાત્રા કોવિડ ગાઈડલાઈન મુજબ યોજાશે. તો રથયાત્રાને લઈને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહ રાજ્યમંત્રીની બેઠક થયાં બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

રથયાત્રા યોજવા મંદિરમાં તડામાર તૈયારી

ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને હવે બસ હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે હજુ રાજ્ય સરકારે રથયાત્રાને લઈને કોઈ પણ પ્રકારનો નિર્ણય લીધો નથી, પરંતુ સરકાર અત્યારે ત્રણ એક્શન પ્લાન બનાવી રહી છે. જે દિવસે રથયાત્રા નીકળવાની હોય ત્યારે રથયાત્રાના રૂટ ઉપર કર્ફ્યુ લગાવવામાં આવી શકે છે, જેથી કરીને લોકોની ભીડ એકત્રિત ન થાય અને સંક્રમણ નો ડર ન રહે.

સરસપુરમાં તૈયારીઓ શરૂ

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને સરસપુરમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આવતીકાલે મામેરાના દર્શનનો કાર્યક્રમ યોજાશે. મોસાળવાસીઓ મંદિરમાં ભાણેજના મામેરાની તૈયારી કરી રહ્યા છે. પરંપરાગત અષાઢી બીજે ભાણેજોનું મામેરુ થાય છે. ભગવાનને મહારાષ્ટ્રીયન સ્ટાઈલના વાઘા, અલંકારની ભેટ ચડાવવામાં આવશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 12મી જુલાઈએ આવશે ગુજરાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ 12 મી જુલાઇએ ગુજરાતના પ્રવાસે આવવાના છે ત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અમિત શાહ આ વખતે પણ ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રામાં મંગળા આરતીનો લ્હાવો લેશે એવું પણ મનાઈ રહ્યું છે હવે અમદાવાદમાં રથયાત્રા યોજાય તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. જોકે, કડક પ્રતિબંધો વચ્ચે રથયાત્રાનાં આયોજન અંગેની મંજુરી મળે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x