ઇંધણના વધતા ભાવો અને મોંઘવારી સામે કોંગ્રેસ જનચેતના આંદોલન ચલાવશે
ગુજરાત કોંગ્રેસ(Congress) દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા ચીજ વસ્તુઓમાં ભાવ વધારો અને કોરોના રસીકરણ તે ગંભીર પરિસ્થિતિ તથા મંદીમાં ગુજરાતની જનતાનો અવાજ તંત્ર સુધી પહોંચાડવા માટે આખરે પ્રદેશ કોંગ્રેસે આંદોલનનું રણશીંગુ ફૂંકયું છે.
આગામી 8મી જુલાઇના રોજ બારડોલી ખાતે અમિત ચાવડાની ઉપસ્થિતિમાં જનચેતના અભિયાનના ભાગરૂપે કાર્યક્રમ યોજવામાં આવશે. જે સંદર્ભે જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક પણ બોલાવવામાં આવી છે. જેમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને સંગઠનને લગતી ચર્ચાઓ પણ કરવામાં આવશે.
દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ સાતમા આસમાને પહોંચતા કોંગ્રેસે પ્રજાનો અવાજ બનવાનું નક્કી કર્યું છે. દેશભરમાં આ મોંઘવારી સામે ભારે રોષ છે તેમજ મહામારીથી જનતા ત્રસ્ત થઈ ઊઠી છે અને પેટ્રોલ ડીઝલના ભાવમાં ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ આ મામલે આગામી દિવસોમાં આંદોલન છેડવામાં આવશે. આ આંદોલન ચેતના અભિયાનના ભાગરૂપે શરૂ કરવામાં આવ્યું છે. જે 17 જુલાઇ સુધી રાજ્યભરમાં ચલાવવામાં આવશે.
મંદી અને મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જન ચેતના અભ્યાસક્રમના ભાગરૂપે 8 જુલાઈના રોજ બારડોલી ખાતે સવારે 10:00 કલાકે મંછા બા હોલમાં સંવાદ કરવા માટે કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યો છે.
જેમાં આનંદ ચૌધરી તેમજ કોંગ્રેસ આગેવાન દર્શન નાયકના જણાવ્યા પ્રમાણે આગામી 2022માં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી લક્ષી ચર્ચા પણ કરવામાં આવશે. જિલ્લા કોંગ્રેસ પક્ષના આગેવાનો, યુથ કોંગ્રેસ, એનએસયુઆઇ, સેવાદળ તેમજ કોંગ્રેસ મહિલા મંડળ, કોંગ્રેસમાંથી ચૂંટાયેલા અને ચૂંટણી લડેલા ઉમેદવારો સાથે સંવાદ કરવામાં આવશે.