OBC સમાજનો વધશે દબદબો, SC-ST ક્વૉટાથી પણ વધશે મંત્રીઓ, જાણો કેવી હશે PM મોદીની નવી ટીમ
પીએમ મોદીની નવી કેબિનેટમાં કુલ 43 નવા અને જૂના મંત્રીઓ શપથ લેવા જઈ રહ્યા છે. નવા ચહેરાઓની એન્ટ્રીની સાથે સાથે કેટલાક મંત્રીઓને પ્રમોશન આપવામાં આવી શકે છે. ખાસ વાત છે કે પીએમ મોદીની કેબિનેટમાં OBC સમાજનો દબદબો જોવા મળશે.
કેવું હશે મોદી મંત્રીમંડળનું માળખું?
આજે 43 મંત્રીઓ શપથ લેશે
5થી વધુ OBC નેતા મંત્રી પદના લેશે શપથ: સૂત્ર
આજે 25થી વધુ OBC મંત્રીઓ શપથ લઈ શકે છે
આજે 12 SC,8 ST મંત્રી લેશે શપથ : સૂત્ર
1 મુસ્લિમ,1 સિખ અને 2 બોદ્ધ મંત્રી લેશે શપથ: સૂત્ર
કેબિનેટમાં 11 મહિલાઓનો સમાવેશ થઈ શકે છે
13 વકીલ, 6 ડૉકટર, 5 એન્જિનિયર સામેલ થઈ શકે છે
મોદીની નવી કેબિનેટની સરેરાશ ઉમર 58 વર્ષ હોય શકે છે
લઘુમતિ ક્વોટામાંથી 5 મંત્રી બની શકે છે
કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ આજે સાંજે 6 વાગ્યે
કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ આજે સાંજે 6 વાગ્યે થશે, મોદી સરકારના બીજા કાર્યકાળમાં પહેલી વાર કેબિનેટ વિસ્તરણ થવા જઈ રહ્યું છે. એવામાં ઘણા નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. સાથે જ આગામી વર્ષમાં જે જે રાજ્યોમાં વિધાનસભાન ચૂંટણી થવાની છે તેની અસર પણ આ કેબિનેટ વિસ્તરણમાં પડી શકે છે. જ્યોતિરાદિત્ય સિંધિયા, સર્વાનંદ સોનોવાલ, અજય ભટ્ટ, કપિલ પાટિલ, શાંતનુ ઠાકુર, પશુપતિ પારસ, નારાયણ રાણે, મીનાક્ષી લેખી, શોભા કરાંડલજે, અનુપ્રિયા પટેલ, હિના ગાવીત, અજય મિશ્રા PM આવાસ પર પહોંચી ગયા છે.