રાષ્ટ્રીય

કોરોનાકાળમાં સંકટ સામે લડી રહ્યા હતા 5 મંત્રાલય, PM મોદીએ આ 5 ચેહરા પર લગાવ્યો દાવ

નરેન્દ્ર મોદી (Narendra Modi) સરકારના બીજા કાર્યકાળ અને કેબિનેટમાં મોટો ફેરફાર થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ની નવી ટીમમાં યુવાન અને પ્રોફેશનલ ચહેરાઓને તક મળી છે, તો કેટલાક મંત્રીઓને રજા પણ મળી છે. કેબિનેટ વિસ્તરણ (Cabinet Expansion) માં સૌથી મહત્વની બાબત એ હતી કે, મહત્વપૂર્ણ મંત્રાલયોની જવાબદારીઓ બદલવાની.

સૌથી ખાસ વાત તો એ છે કે, છેલ્લા 2 વર્ષમાં કોરોનાકાળમાં જે મંત્રાલયો પર દેશની સૌથી વધુ નજર હતી, તેમને હવે નવા ચહેરાઓના હાથમાં સોંપવામાં આવી છે.

1. સ્વાસ્થય મંત્રાલય (Health Ministry)

કોરોનાકાળમાં સૌથી મહત્વની ભુમિકા સ્વાસ્થ્ય મંત્રાલય પાસે જ હતી. છેલ્લા દોઢ વર્ષમાં જે પણ થઈ રહ્યું છે, તેના કેન્દ્રમાં સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry) રહ્યું છે. પરંતુ હવે ડૉક્ટર હર્ષવર્ધનને કેબિનેટથી દુર કરવામાં આવ્યા છે. કોરોના (corona)ની બીજી લહેર દરમિયાન જે રીતે કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠ્યા હતા. તેનાથી માત્ર દેશમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ મોદી સરકારની છબીને નુકસાન પહોંચ્યું છે. તેની અસર કેબિનેટના વિસ્તરણમાં જોવા મળી છે.

હવે મનસુખ માંડવિયાને સ્વાસ્થ્ય મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે. કોરોના કાળમાં ઓક્સિજનની સપ્લાઈ મામલે મનસુખ માંડવિયાએ મહત્વની ભુમિકા નિભાવી હતી અને દેશના અલગ-અલગ ભાગોમાં જલ્દી સપ્લાઈ પર જોર આપ્યું હતુંં. દેશ જ્યારે કોરોના (corona)ની ત્રીજી લહેરની નજીક પહોંચી રહ્યો છે, ત્યારે નવા સ્વાસ્થ્ય પ્રધાનની સામે અનેક પડકાર હશે.

2. શિક્ષણ મંત્રાલય (Education Ministry)

કોરોનાકાળમાં શિક્ષણ ક્ષેત્ર ખુબ મોટો પ્રભાવ પડ્યો છે અંદાજે દોઢ વર્ષથી શાળા બંધ છે. બાળકો ઘરે જ અભ્યાસ કરી રહ્યા છે. ઓનલાઈન એજ્યુકેશન (Online education) પર જોર આપવામાં આવી રહ્યું છે. ત્યારે કોરોના કાળમાં સૌથી મહત્વની ભુમિકા શિક્ષા મંત્રાલયની પણ રહી છે, પરંતુ હવે શિક્ષણ મંત્રાલય (Education Ministry)માંથી રમેશ પોખરિયાલને રજા મળી ગઈ છે.

બોર્ડની પરીક્ષા હોય કે પછી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન હોય સોશિયલ મીડિયા (social Media)થી લઈ રસ્તા પર કોરોનાકાળમાં વિદ્યાર્થીઓએ સરકારના વલણ પર સવાલો ઉભા કર્યા હતા. એવામાં ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે. આ પહેલા તેમની પાસે પેટ્રોલિયમ મંત્રાલય હતું. ધર્મેન્દ્ર પ્રધાનની સામે કારોના કાળમાં મુશ્કેલીમાં આવેલા શિક્ષણ ક્ષેત્રને ફરી ઉભું કરવા અને નવી શિક્ષણ નીતિને લાગુ કરવાનો પડકાર રહેશે.

3. શ્રમ મંત્રાલય (Labour Ministry)

કોરોનાકાળમાં સૌથી પહેલા જે સમસ્યા સામે આવી તે પ્રવાસી મજુરોનું વતન પરત ફરવું હતી. ત્યારથી લઈ અત્યારસુધી અલગ-અલગ રાજ્યોમાં લૉકડાઉન લાગતું રહ્યું છે. એવામાં પ્રવાસી મજુરોનો મુદ્દો હંમેશા ચર્ચામાં રહ્યો છે. મોદી સરકારની આ નવી ટીમમાં શ્રમ મંત્રાલયની જવાબદારીમાં પણ બદલાવ કર્યો છે. સંતોષ ગંગવાર બહાર થયા છે અને હવે ભુપેન્દ્ર યાદવને શ્રમ-રોજગાર મંત્રાલય (Labour Ministry)ની જવાબદારી મળી છે.

ભુપેન્દ્ર યાદવને ચૂંટણીના રણનીતિકાર માનવામાં આવે છે અને મોદી-શાહના નજીકના પણ માનવામાં આવે છે. એવામાં કોરોનાકાળમાં જ્યારે સૌથી મોટી ચિંતા રોજગારીને લઈને છે, ત્યારે હવે ભુપેન્દ્ર યાદવની પાસે આ મહત્વનું મંત્રાલય આવ્યું છે.

4. પેટ્રોલિયમ મંત્રાલય (Petroliam Ministry)

છેલ્લા કેટલાક સમયમાં પેટ્રોલ-ડિઝલના ભાવોમાં ધરખમ વધારો થયો છે. કોરોના કાળમાં તુટેલી અર્થવ્યવસ્થા વચ્ચે સામાન્ય લોકો પર મોંધવારીનો માર પડ્યો છે. પેટ્રોલિયમ સાથે જોડાયેલ મંત્રાલયની જવાબદારી હવે અન્યને સોપવામાં આવી છે. હવે હરદીપ પુરી પેટ્રોલિયમ મંત્રાલયની જવાબદારી સંભાળશે. આ પહેલા પેટ્રોલિયમ મંત્રાલય (Petroleum Ministry ) ધર્મેન્દ્ર પ્રધાનની પાસે હતું. હવે જોવાનું એ રહેશે કે, હરદીપ પુરી સામે વધી રહેલા પેટ્રોલ-ડિઝલના ભાવ વચ્ચે સરકારની છબી કઈ રીતે હેન્ડલ કરી શકે છે.

5. રેલ મંત્રાલય (Railway Ministry)

ભારતની લાઈફ-લાઈન રેલવેને પણ હવે નવો બૉસ મળ્યો છે. કેબિનેટના વિસ્તરણમાં પીયુષ ગોયલ પાસેથી રેલ મંત્રાલય લઈ પૂર્વ ઓફિસર અશ્વિની વૈષ્ણવને સોંપવામાં આવ્યું છે. પ્રવાસી મજુરોના પલાયના સમયે રેલવેનો મહત્વનો રોલ રહ્યો છે. આ સિવાય સામાનોની સપ્લાઈ દરમિયાન પણ મહત્વની ભુમિકા રહી છે. હવે નવા પ્રધાનની સામે પડકાર રહેશે કે, રેલવેને નવા પડાવ પર લઈ જવું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેનના સપનાને વાસ્તવિકતામાં બદલવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x