ગુજરાત

ક્યારે પ્રથમ વખત યોજાઈ હતી અમદાવાદની રથયાત્રા? જાણો રોચક ઈતિહાસ

કોરોના ગાઈડલાઈન સાથે આજે જગપ્રસિદ્ધ રથયાત્રા યોજાઈ છે. આજની રથયાત્રા એટલા માટે ખાસ છે કારણ કે, ભગવાન જગન્નાથજી નગરયાત્રાએ નીકળ્યા છે પરંતુ મર્યાદિત ભક્તો સાથે. ત્યારે જાણો રથયાત્રાનો શું છે ઇતિહાસ.

શરથયાત્રાની શરૂઆત કેવી રીતે થઈ

હેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે. ત્યારે અમે આપને જણાવીશું કે આ રથયાત્રાની શરૂઆત કેવી રીતે થઈ. એ કઈ પ્રેરણા હતી કે જેણે રથયાત્રાની શરૂઆત કરાવી અને આજે વર્ષો સુધી આ પરંપરા ટકી રહી છે.

આજે 144મી રથયાત્રા

અમદાવાદમાં આ વર્ષે 144મી રથયાત્રાનો પ્રારંભ થયો છે. ત્યારે ભાવિક ભક્તોમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ઈતિહાસ પણ ભવ્ય રહ્યો છે. અંદાજે સાડા ચારસો વર્ષ પહેલા રામામંદી સંત હનુમાનદાસજીએ જમાલપુરના જગન્નાથજી મંદિરમાં ગાદીની સ્થાપના કરી હતી. ત્યારબાદ ગાદીપતિ સારંગદાસજી મહારાજને ભગવાને સ્વપ્નમાં દર્શન આપ્યા હતા જે બાદ અમદાવાદમાં રથયાત્રાનો પ્રારંભ થયો.

2 જુલાઈ 1878ના રોજ થયો હતો પ્રારંભ

આમ 2 જુલાઈ 1878ના રોજ સૌ પ્રથમ અમદાવાદમાં રથયાત્રા નીકળી હતી. મહંત નરસિંહદાસજી મહારાજે અમદાવાદમાં રથયાત્રા શરૂ કરાવી હતી.આમ વર્ષો બાદ આજે પણ ભવ્ય રીતે રથયાત્રા નિકળે છે અને ભગવાન સ્વયં નગરચર્યાએ નિકળી નગરજનોને દર્શન આપે છે.

કોણે શરુ કરી રથયાત્રા ?

144 વર્ષ પહેલાં જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસજીએ પ્રથમવાર ઈ.સ. 1878ની અષાઢી બીજના દિવસે રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો. નાના પાયે શરૂ થયેલી રથયાત્રાનો વ્યાપ આજે એટલો વધી ગયો છે કે તે દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા બની ગઈ છે.

જગન્નાથ મંદિરની સ્થાપના કોણે કરી ?

આ મંદિરનો ઇતિહાસ 450 વર્ષ જુનો છે. આ ઇતિહાસની જો વાત કરીએ તો આ મંદિરની સ્થાપના સારંગજીદાસે કરી હતી. જગન્નાથ મંદિર પહેલા હનુમાનજીનું મંદિર હતું. આ મંદિરના નિર્માણ પાછળ એક આદેશ કારણભુત છે. સારંગજીદાસજીને સપનામાં જગન્નાથજીની મૂર્તી સ્થાપિત કરવાનો આદેશ મળ્યો હતો. જેથી તેઓ પુરીથી નીમકાષ્ઠાની બનેલી મૂર્તીઓ લાવ્યા અને સંપુર્ણ વિધિવિધાન સાથે આ મૂર્તીઓની પ્રાણપ્રતિષ્ઠા કરાઇ. અષાઢીબીજના દિવસે એટલે કે 1 જૂલાઇ 1978માં પ્રથમ રથયાત્રા યોજાઇ હતી.

કેવી રીતે બન્યું સરસપુર ભગવાનનું મોસાળ ?

144 વર્ષ પહેલા બહુ નાના પાયે શરૂ થયેલી રથયાત્રામાં ભગવાનને બળદગાડામાં લઈ જવાતા હતા. જેમાં સાધુસંતો ભાગ લેતા હતા. તે સમયે સરસપુરમાં રણછોડજીના મંદિરમાં સાધુસંતોનું રસોડું રાખવામાં આવતું હતું. બસ તે સમયથી જ સરસપુર ભગવાન જગન્નાથનું   મોસાળ બની ગયું. હવે સરસપુરની તમામ પોળોના રહિશો રથયાત્રામાં જોડાયેલા ભક્તોને પ્રેમભાવથી જમાડે છે.

જાણો કયા રૂટપરથી કયા સમયે પસાર થશે રથયાત્રા ?

  • જગન્નાથ મંદિરથી રથયાત્રા પ્રસ્થાન 7 AM
  • મ્યુનિસિપલ કોર્પોરેશન 7:35 AM
  • રાયપુર ચકલા 7:50 AM
  • ખાડિયા ચાર રસ્તા 8 AM
  • કાલુપુર સર્કલ 8:20 AM
  • સરસપુર 8:40 AM
  • રથયાત્રા વિરામ 8:40 AM થી 8:50 AM
  • સરસપુરથી પ્રસ્થાન 8:50 AM
  • કાલુપુર સર્કલ 9:15 AM
  • પ્રેમ દરવાજા 9:30 AM
  • દિલ્હી ચક્લા 9:50 AM
  • શાહપુર દરવાજા 10:10 AM
  • આર.સી.હાઈસ્કૂલ 10:35 AM
  • પિતળીયા બંબા 10:55 A
  • પાનકોર નાકા 11:10 AM
  • માણેક ચોક 11:30 AM
  • જગન્નાથ મંદિર પરત 12 PM

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x