રાષ્ટ્રીય

અમદાવાદ પછી મુંબઈ એરપોર્ટની કમાન હવે ગૌતમ અદાણીના હાથમાં

અદાણી ગ્રુપે મંગળવારે મુંબઈ એરપોર્ટનું ટેકઓવર કરી લીધું છે. મુંબઈ એરપોર્ટ ચલાવનારી કંપની મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડમાં અદાણી ગ્રુપની કંપનીનો 74% હિસ્સો હશે.

મુંબઈ એરપોર્ટને તૈયાર કરનારી GVK ગ્રુપ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટમાંથી એક્ઝિટ થઈ ગઈ છે. GVK ગ્રુપની સંપૂર્ણ 50.5% ભાગીદારી અને બીજી બે વિદેશ કંપનીના 23.5% સ્ટેક અદાણી એન્ટરપ્રાઈઝની સબસિડિયરી કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સે પોતાના નામે કરી લીધી છે. બચી ગયેલા 26% એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની પાસે રહેશે.

મુંબઈ એરપોર્ટ દેશનું સૌથી બિઝી એરપોર્ટ છે. અહીં ભારતનો લગભગ એક તૃતીયાંશ એર ટ્રાફિક જોવા મળે છે. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવાયું છે કે હવે આ એરપોર્ટ દેશના 33% એર કાર્ગો ટ્રાફિકને પણ કંટ્રોલ કરશે.

આ ડેવલપમેન્ટ પર ગૌતમ અદાણી ટ્વીટ કરીને કહ્યું હતું કે વર્લ્ડ ક્લાસ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના મેનેજમેન્ટને ટેકઓવર કરીને ઘણી જ ખુશી અનુભવી રહ્યા છે. અમે વાયદો કરીએ છે કે મુંબઈને નવા મેનેજમેન્ટ પર ગર્વ હશે. અદાણી ગ્રુપ મુંબઈ એરપોર્ટને વધુ આરામદાયક બનાવશે. અમે એન્ટરટેઈનમેન્ટ અને લક્ઝરીના મોરચે પણ નવું ભવિષ્યનું એરપોર્ટ ઊભું કરીશું. અમે હજારો સ્થાનિકોને નવી રોજગારી આપીશું.

અદાણી ગ્રુપ દેશના સૌથી મોટા એરપોર્ટ ઓપરેટર બની ગયા છે. હવે તેમની પાસે દેશનાં 7 એરપોર્ટની કમાન છે. અદાણીની પાસે મુંબઈ એરપોર્ટ ઉપરાંત 6 અન્ય મુખ્ય એરપોર્ટ પણ છે, જેમાં અમદાવાદ, લખનઉ, જયપુર, મેંગલુરુ, ગૌહાટી અને તિરુવનંતપુરમનાં એરપોર્ટ સામેલ છે. આ એરપોર્ટનું મેનેજમેન્ટ અદાણી ગ્રુપની પાસે જ છે. 2019માં બીડિંગમાં મળેલી જીત પછી ગ્રુપની પાસે આ એરપોર્ટને ઓપરેટ કરવાની જવાબદારી આગામી 50 વર્ષ સુધીની છે.
GVK ગ્રુપ પાસેથી લીધી મેનેજમેન્ટની ચાવી
AAHL ગત વર્ષે જ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL)માં વધુ બે સ્ટેક હોલ્ડર પાસેથી 23.5%ની ભાગીદારી ખરીદી હતી. આ બંને કંપની દક્ષિણ આફ્રિકાની Bidvest (13.5%) અને એરપોર્ટ કંપની ઓફ સાઉથ આફ્રિકા (10%) હતી. આ ડીલ 1,685 કરોડ રૂપિયાની હતી. આ ઉપરાંત MIALમાં 50.5% ભાગીદારીવાળા GVK ગ્રુપ સાથે અદાણી ગ્રુપે ગત વર્ષે ઓગસ્ટમાં જ ડીલ કરી હતી. આ ડીલ અંતર્ગત અદાણી ગ્રુપે GVKને લગભગ 2,500 કરોડ રૂપિયાનાં દેવાંને પણ પોતાના હાથમાં લેવાની સહમતી આપી હતી

અદાણી ગ્રુપની સબસિડિયરી કંપની AAHL હવે દેશની સૌથી મોટી એરપોર્ટ કંપની બની ગઈ છે. મુંબઈ એરપોર્ટના મેનેજમેન્ટની જવાબદારી કંપની પાસે આવતાંની સાથે જ કુલ 7 એરપોર્ટનું મેનેજમેન્ટ સંભાળશે, સાથે જ આગામી મહિને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ પણ શરૂ કરશે, જે એરપોર્ટ 2024 સુધીમાં શરૂ થઈ જશે.
મુંબઈ દેશનું બીજું સૌથી વ્યસ્ત એરપોર્ટ
મુંબઈ દેશનું બીજું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. 6 એરપોર્ટની સાથે AAHLની પાસે દેશના કુલ એરપોર્ટ ફૂટફોલ 25% છે. MIAL મળ્યા બાદ હવે તેમની પાસે દેશનો એર કાર્ગો ટ્રાફિકનો 33% હિસ્સો પણ આવી જશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x