દેશમાં આવી રહી છે કોરોનાની ત્રીજી લહેર, 8 રાજ્યોમાં વધ્યો કોરોનાનો પોઝિટિવ રેટ
પૂર્વોત્તર રાજ્યોમાં કોરોના (corona) સંક્રમણે ગતિ પકડી છે ત્યારે વધુ રહેલું સંક્રમણ એ વાતનો સંકેત છે કે, દેશમાં ત્રીજી લહેર ખુબ જ નજીક છે. હાલમાં 8 રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ વધતા દેશની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. જેમાં 7 પૂર્વોતર રાજ્યનો સમાવેશ થાય છે તેમજ એક કેરળ છે. જ્યાં કોરોના સંક્રમણ ખુબ જ વધી રહ્યું છે. ત્યારે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ મંગળવારના રોજ પૂર્વોતરના તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો(CM) સાથે વાત કરી સમગ્ર જાણકારી મેળવી હતી.
4 રાજ્યોની હાલત બેકાબૂ
પૂર્વોતરના રાજ્યોમાં સંક્રમણની સ્થિતિ નિંયત્રણની બહાર છે. સરકારી આંકડા મુજબ સિક્કિમમાં પરીક્ષણની પૉઝિટિવિટી રેટ 19.5 ટકા, મણિપુરમાં 15 ટકા, મેધાલયમાં 9.4 ટકા અને મિઝોરમમાં 11.8 છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન માને છે કે, જ્યારે પરીક્ષણની પોઝિટિવિટીનો રેટ 10 ટકા કે તેનાથી વધુ થઈ જાય તો તેનો અર્થ એ છે કે, કોરોના સંક્રમણ નિયંત્રણની બહાર છે. પૂર્વોતરના ત્રણ રાજ્યો-અરુણાચલ પ્રદેશ 7.4 ટકા, નાગાલેન્ડ 6 ટકા અને ત્રિપુરા 5.6 સંક્રમણનો રેટ પાંચ ટકાથી વધુ છે. જ્યારે હાલમાં આસામમાં 2 ટકા કોરોના સંક્રમણની સ્થિતિ નિયંત્રણમાં છે.
દેશમાં કોરોના પરીક્ષણ (Corona testing)નો પોઝિટિવિટી રેટ 2.3 ટકા છે. જેના મુકાબલે પૂર્વોતરના રાજ્યોમાં તપાસનો પોઝિટિવીટી દર 7 ટકાથી વધુ છે એટલે કે, સમગ્ર દેશમાં જે ગતિથી કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. તેની સાથે પૂર્વોતરના રાજ્યોની હાલત પણ ખુબ ખરાબ છે. આપને જણાવી દઈએ કે, પોઝિટિવીટી દર એ વાતને સ્પષ્ટ કરે છે કે, એક દિવસમાં કોરોના પરીક્ષણ કરવામાં આવ્યું તેમાથી કેટલા ટકા નમુનાઓ કોરોના સંક્રમણ (Corona testing)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
કેન્દ્ર અલર્ટ 45 જિલ્લાઓની ખરાબ સ્થિતિ
કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલય (Union Ministry of Health)ના આંકડા અનુસાર હાલમાં દેશમાં 73 જિલ્લામાં કોરોના સંક્રમણ દર એટલે કે, કોરોના પરિક્ષણનો પોઝિટિવિટી રેટ 10 ટકા છે. જેમાંથી 45 જિલ્લા પૂર્વોતરના રાજ્યો છે. જેને જોઈ ગત્ત અઠવાડિયે કેન્દ્ર સરકારે વિશેષજ્ઞોની ટીમ આ રાજ્યોમાં મોકલી હતી. જેનાથી કોરોના સંક્રમણ(Corona testing)નું કારણ જાણી શકાય તેમજ સંક્રમણને અટકાવી શકાય.
દેશમાં પૂર્વોતર સિવાય કેરળની હાલત સૌથી ખરાબ છે. જ્યાં કોરોના પોઝિટિવિટી રેટ(Corona positivity rate) 10.5 ટકા છે સારી વાત તો એ છે કે, બીજી લહેરમાં ભયાનક સ્થિતિ રહેલ મહારાષ્ટ્રમાં 4.1 ટકા દિલ્હી 0.1 ટકા , ઉત્તર પ્રદેશ 0.1, મધ્ય પ્રદેશ 0.1 સંક્રમણ દર આજે પણ ઓછું છે.
ત્રીજી લહેર શરુ થવાનો દાવો
પૂર્વોતર રાજ્યોની હાલત ખરાબ છે ત્યારે હૈદરાબાદ (Hyderabad)ની યુનિવર્સિટીના વરિષ્ઠ ભૌતિક વિજ્ઞાન અને પૂર્વ કુલપતિ ડૉ.વિપિન શ્રીવાસ્તવે દાવો કર્યો કે, ગત્ત 4 જુલાઈથી દેશમાં કોવિડ-19 સંક્રમણ અને મૃત્યુંઆક એટલો જ જોવા મળે છે જેટલો ગત્ત વર્ષ ફ્રેબુઆરીના પહેલા અઠવાડિયામાં હતો. આ મામલે એપ્રિલના અંત સુધીમાં દેશમાં કોરોના (corona) મહામારી ગંભીર રુપ ધારણ કર્યું હતુ. જેના આધાર પર કોરોનાની ત્રીજી લહેર (Coronavirus Third Wave)ની શરુઆતની આશંકા છે. તો આઈએણએ સરકારે ચેતવણી આપી છે કે, જો પર્યટન સ્થળો અને ધાર્મિક સમારોહમાં ભીડ ઓછી નહિ થાય તો ત્રીજી લહેર ખુબ ભયાનક હશે.
રાજ્ય સંક્રમણ દર
- સિક્કિમ 19.5 ટકા
- મણિપુર 15 ટકા
- મિઝોરમ 11.5 ટકા
- કેરળ 10.5 ટકા
- મેધાલય 9.4 ટકા
- અરુણાચલ પ્રદેશ 7.4 ટકા
- નાગાલેન્ડ 6 ટકા
- ત્રિપુરા 5.6 ટકા