આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક, આ મુદ્દાઓ ઉપર થશે ચર્ચાઓ
આજે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે, મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં મહત્વના મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવશે.
વરસાદની સ્થિતિ અંગે બેઠકમાં ચર્ચા કરાશે
રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે પણ સમીક્ષા કરવામાં આવશે રાજ્ય કેટલા ટકા વરસાદ પડ્યો તેમજ વરસાદની આગાહી અને વરસાદથી પ્રભાવિત જિલ્લાઓ તથા ઓછો વરસાદ કે નહિવત વરસાદ પડ્યો હોય તેવી જિલ્લાઓની પણ ચર્ચા કરવામાં આવી શકે છે.
16 જુલાઇના PMના કાર્યક્રમ અંગે પણ ચર્ચા
મહત્વનું છે આગામી 16 જુલાઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેમના કાર્યક્રમોને લઈ પણ મહત્વની ચર્ચા કરવામાં આવી શકે છે બેઠકમાં વડાપ્રધાન મોદીના સ્વાગતને લઈને પણ વિશેષ તૈયારીઓ કરવા અંગે ચર્ચા કરવામાં આવશે.
રાજ્યમાં કોરોના રસીકરણની કામગીરીની સમીક્ષા કરાશે
મહત્વનું છે કે રાજ્યોમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં આવી રહી છે ત્યારે રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનને લઈને પણ મહત્વની સમીક્ષા કરવામાં આવશે. રાજ્યમાં વેક્સિનના જથ્થાને લઈ તેમજ જથ્થાની ફાળવણીને લઈ ચર્ચા કરવામાં આવી શકે છે.
શાળાઓ શરૂ કરવા અંગે બેઠકમાં ચર્ચા કરાશે
રાજ્ય સરકાર પુન: શાળાઓ શરૂ કરવા અંગે પણ નિર્ણય લઈ શકે છે તેમજ કોરોનાની આગામી ત્રીજી લહેરની સંભાવના અંગે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે છે.