કોરોનાના કેસમાં ઉછાળો આવતા, 17 અને 18 જુલાઈએ આ રાજ્યમાં સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત
દક્ષિણ ભારતમાં કોરોનાની સાથે જીકા વાયરસનું સંકટ
દેશમાં કોરોના સંક્રમણની સ્પીડ ભલે નબળી પડતી દેખાઈ રહી હોય પરંતુ દક્ષિણ ભારતમાં કોરોનાની સાથે જીકા વાયરસનું સંકટ વધી રહ્યુ છે. કેરળમાં કોરોના અને જીકા વાયરસના વધતા ખતરાને જોતા 17થી 18 જુલાઈએ સંપૂર્ણ લોકડાઉનનું એલાન કર્યુ છે. રાજ્યમાં જે રીતે વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે તેને જોતા રાજ્ય સરકાર બહું જલ્દી નવી ગાઈડલાઈન જારી કરી શકે છે.
બેંકમાં હવે ફક્ત 5 દિવસ સુધી કામકાજની પરવાનગી
કેરળમાં કોરોના અને જીકા વાયરસના સંકટને જોવા બેંકમાં હવે ફક્ત 5 દિવસ સુધી કામકાજની પરવાનગી આપવામાં આવી છે જેની સાથે સંપૂર્ણ લોકડાઉન દરમિયાન તમામ બેંકોને 2 દિવસ બંધ રાખવાના આદેશ જારી કર્યા છે. કેરળમાં કોરોનાની સાથે જીકા વાયરસના દર્દી પણ વધ્યા છે. મંગળવારે રાજ્યમાં ત્રણ હજું વધારે નવા કેસ સામે આવ્યા બાદ જીકા વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા હવે 18 થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે જે ત્રણ મામલા સામે આવ્યા છે તેમાં એક બાળક પણ સામેલ છે.
ત્રણ દર્દીઓમાં જીકા વાયરસ હોવાની ખરાઈ થઈ
કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીના જોર્જે જણાવ્યું કે રાજ્યમાં જીકા વાયરસનું સંકટ વધી રહ્યું છે. મંગળવારે જે ત્રણ દર્દીઓમાં જીકા વાયરસ હોવાની ખરાઈ થઈ. જેમાંથી એક 22 મહિનાના બાળકો, એક 46 વર્ષીય વ્યક્તિ અને એક 29 વર્ષીય સ્વાસ્થ્ય કર્મચારીઓ સામેલ છે. તેમણે જણાવ્યું કે કોરોનાના ખતરાની વચ્ચે રાજ્યમાં અત્યાર સુધી જીકા વાયરસના 18 મામલા સામે આવી ચૂક્યા છે.
કેરળમાં મંગળવારે કોરોનાના 14, 539 નવા મામલા સામે આવ્યા
કેરળમાં મંગળવારે કોવિડ 19ના 14, 539 નવા મામલા સામે આવ્યા છે. જે બાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 30, 87, 673 થઈ ગઈ છે. ગચ 24 કલાકમાં 124 લોકોના મોત થયા છે. બાદમાં મૃતકોની સંખ્યા વધીને 14, 810 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રી વીણા જોર્જે એક નિવેદનમાં જણાવ્યું છે કે માલાપુરમમાં સૌથી વધારે મામલા 2,115 મામલા સામે આવ્યા છે. આ બાદ એર્નાકુલમમાં 1, 624 અને કોલ્લમમાં 1,404 મામલા સામે આવ્યા છે. મંગળવારે 10,331 દર્દી સંક્રમણ મુક્ત થઈ ગયા છે. જે બાદ કુલ સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને 29, 57, 201 થયા છે. રાજ્યમાં 1, 15, 174 દર્દીની સારવાર ચાલી રહી છે.