અમેરિકન વૈજ્ઞાનિકોએ એવા ડિવાઈસનું પ્રોટોટાઈમ બનાવ્યું છે જેની મદદથી પરસેવાથી ફોન ચાર્જ થશે.
ટૂંક સમયમાં પરસેવાથી ફોન ચાર્જ કરી શકશે. અમેરિકન વૈજ્ઞાનિકોએ એવા ડિવાઈસનું પ્રોટોટાઈમ બનાવ્યું છે જેની મદદથી પરસેવાથી ફોન ચાર્જ થશે. આ ડિવાઈસમેં આંગળીઓ પર પહેરી શકાશે. રાતે સૂતી વખતે કે પછી બેસતી વખતે થતા પરસેવામાંથી વીજળી બનશે અને તેમાંથી જ સ્માર્ટફોન ચાર્જ થશે. સેનડિએગોની કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોએ આ ડિવાઈસ બનાવ્યું છે.
આ રીતે કામ કરે છે ડિવાઈસ
ડિવાઈસમાં ઈલેક્ટ્રિલ કંડક્ટર છે. તેમાં કાર્બન ફોમનો ઉપયોગ કર્યો છે. આ ફોન આંગળીમાં થતા પરસેવાને શોષી લે છે. ઇલેક્ટ્રોડ પર હાજર એન્ઝાઈમ પરસેવાના કણમાં કેમિકલ રિએક્શન કરવાનું શરુ કરી દે છે અને તેમાંથી જ ઈલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય છે. ઇલેક્ટ્રોડની નીચે નાની ચિપ લગાવી છે, તે દબાવવાથી ડિવાઈસ પાવર જનરેટ કરવા લાગે છે.
સંશોધક લુ યિને કહ્યું કે, ડિવાઈસનો આકાર એક વર્ગ સેન્ટીમીટર છે. ડિવાઈસમાં વાપરેલું મટિરિયલ ફ્લેક્સિબલ છે, આથી તેને સરળતાથી આંગળીઓ પર પહેરી શકાશે. યુઝર્સ ગમે ત્યારે ગમે તેટલા સમય માટે પહેરી શકે છે.
3 અઠવાડિયાં સુધી પહેરવાથી ફોન ફુલ ચાર્જ થશે
સંશોધકે જણાવ્યું,આ ડિવાઈસ ધીમે-ધીમે પાવર તૈયાર કરે છે. એક સ્માર્ટફોનને ફુલ ચાર્જ કરવા માટે યુઝરે આશરે 3 અઠવાડિયાં સુધી આ ડિવાઈસ પહેરવું પડશે, પરંતુ ભવિષ્યમાં ડિવાઈસની ચાર્જિંગ કેપેસિટી વધારવામાં આવશે.
રિસર્ચ દરમિયાન ખબર પડી કે, આ ડિવાઈસને 10 કલાક સુધી પહેરવાથી 24 કલાક સુધી વોચ ચાલે તેટલો પાવર સ્ટોર કરી શકાય છે. એક આંગળીમાં ડિવાઈસ પહેરવાનું રહેશે.
આ ડિવાઈસ આંગળીઓ પર જ કેમ પહેરવું જરૂરી?
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જો યુઝર દરેક આંગળીમાં આ ડિવાઈસ પહેરે તો 10 ગણી એનર્જી સ્ટોર કરી શકાય છે. આંગળીઓમાં પરસેવો વધારે થાય છે આથી તે જગ્યા પસંદ કરી. જેટલો પરસેવો વળે છે એટલો પાવર જનરેટ થવા લાગે છે. આંગળીઓમાં પરસેવા માટે એક્સર્સાઈઝ કે પછી ફિઝિકલ એક્ટિવિટીની જરૂર પડતી નથી.