ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

દેશમાં ફરી લાગશે લૉકડાઉન ? મોદી સરકારે ફરી કડક શબ્દોમાં રાજ્યોને આપ્યા આદેશ, જાણો..

નવી દિલ્હી :

કેન્દ્રીય ગૃહસચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પાઠવેલા પત્રમાં જણાવ્યું કે હજુ કોરોનાની બીજી લહેર પૂરી થઈ નથી. તમામ રાજ્યોએ ભીડને કાબૂમાં લેવાના પગલાં ભરવા જોઈએ. કોરોના પ્રતિબંધોમાં છૂટને જરા પણ અવકાશ નથી. એડવાયઝરી મુજબ, રાજ્યસ્તરે કોઇ સંસ્થા, બજાર વિસ્તાર વગેરે સ્થળોમાં કોરોના નિયમોનું પાલન કરવામાં આવતું ના હોય તો કોરોના સંક્રમણ ફેલાવતાં આવા વિસ્તારો અને સ્થળો પર ફરીથી પ્રતિબંધો લાગુ કરવાની જવાબદારી રાજ્ય સરકારની રહેશે. એવામાં નિયમોના પાલન નહીં કરનારા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવે.

અજય ભલ્લાએ રાજ્યોના મુખ્ય સચિવોને પાઠવેલા પત્રમાં જણાવ્યું કે સ્થાનિક વહિવટી તંત્રને ભીડને નિયંત્રીત કરવા તથા કોરોનાના વ્યવસ્થાપન માટે જરુરી પગલાં ભરવાનો આદેશ આપવો જોઈએ.

ગૃહમંત્રાલયે જારી કરી નવી એડવાઈઝરી

દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા અને અનેક રાજ્યોાં કોરોના નિયમોના ભંગ કરવાના મુદ્દે હવે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવતાં રાજ્યોને એડવાયઝરી જારી કરી છે. કેન્દ્રીય ગૃહ સચિવે રાજ્યોને જારી કરેલા પત્રમાં કોરોના નિયમોનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવા કહેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે બીજી લહેર નબળી પડતાં જ હિલ સ્ટેશનો અને પ્રવાસન સ્થળો પર લોકોની જામી રહેલી ભીડ અને કોરોના નિયમોના ભંગ પર ચિંતા વ્યક્ત કરી છે.

કોરોનાના નિયમોના પાલનમાં વિલંબ બદલ અધિકારીઓ દોષી ગણાશે

કેન્દ્રએ જાહેર કરેલી એડવાયઝરીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કોરોના નિયમોના કડક પાલન કરાવા પર પ્રશાસનનો કોઇ અધિકારી બેદરકાર રહે તો એની સામે પણ કાર્યવાહી કરવી. રાજ્ય સરકારોને સ્પષ્ટ પણ કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં જિલ્લા સ્તરે કોરોના નિયમોના ફરજિયાત પાલનની જવાબદારી જે-તે અધિકારીની રહેશે.આ પહેલા હિલ સ્ટેશનો અને પ્રવાસન સ્થળો પર વધી રહેલી ભીડ પર પીએમ મોદી પણ ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. વડાપ્રધાને કહ્યું હતું કે, પ્રવાસન સ્થળો, હિલ સ્ટેશનો અને બજારોમાં મોટી સંખ્યામાં લોકો માસ્ક પહેર્યા વગર અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન નહીં કરનારી ભીડ ચિંતાનો વિષય છે. તેમણે જણાવ્યું હતું કે, કોરોના જેવી બીમારી એમ જ નથી આવતી. કોઇ જઇને લઇ આવે તો જ આવે છે આ માટે આપણે સાવચેતી રાખીશું તો ત્રીજી લહેરને અટકાવી શકીશું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x