કોરોના વાયરસની ત્રીજી લહેરનું વધ્યું ટેન્શન ? ભારતમાં ફરી એટલા કોરોના કેસ નોંધાયા
નવી દિલ્હી :
દેશમાં કોરોનાના કેસના આંકડા ગત કેટલાક દિવસોથી ઘટી રહ્યા હતા. પરંતુ એક વાર ફરી નવા મામલા 40 હજારને પાર પહોંચ્યા છે. ગુરુવારે આવેલા આંકડામાં ગત એક દિવસમાં 41, 806 નવા કેસ મળ્યાની વાત સામે આવી છે. આનાથે એ ડર વધી ગયો છે કે શું દેશમાં કોરોનાની ત્રીજી લહેર એન્ટ્રી કરી રહી છે. જેની આશંકા એક્સપર્ટ વ્યક્ત કરી ચૂક્યા હતા. ગત એક દિવસમાં નવા કેસ 41 હજારથી વધારે મળ્યા છે તો રિકવર થનારા લોકોની સંખ્યા ઓછી છે. 24 કલાકમાં 39,130 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 432, 041 છે. દેશમાં કોરોનાના ચાલતા હવે 4, 11 989 લોકોના મોત થયા છે. ગત એક દિવસમાં જ આનાથી 581 લોકોના મોત થયા છે.
કોરોના વાયરસનો રિકવરી રેટ હાલમાં 97.28 ટકા છે. જે મે માં આવેલી બીજી લહેરના પીકની સરખામણીએ ઘણી છે. આ ઉપરાંત વીકલી પોઝિટિવિટી રેટ પણ 2.21 ટકાથી ઓછો બનેલો છે. પરંતુ નવા કેસમાં થયેલા વધારાએ ડર ઉભો કર્યો છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કેરળ અને પૂર્વોત્તરના રાજ્યોમાં નવા કેસોમાં કાંતો વધારો થઈ રહ્યો છે અથવા સ્થિરતાની સ્થિતિ છે . પરંતુ ઘટાડો ન થવાના ચાલતા કેન્દ્ર સરકાર ચિંતામાં છે. એટલું જ નહીં મંત્રાલય તરફથી બુધવારે તમામ રાજ્યોને એડવાઈઝરી જારી કરી છે કે જો કેસ વધારે તેજીથી વધી રહ્યા છે તો તે વિસ્તારમાં લોકડાઉન લગાવવા પર વિચાર કરી શકાય છે.
બે દિવસમાં નવા કેસના આંકડામાં લગભગ 10000 નો વધારો થયો
ગત ત્રણ દિવસોથી સતત નવા કેસમાં વધારો જોવા મળ્યો છે. બુધવારે આવેલા આંકડામાં એક દિવસમાં 38, 792 નવા કેસ મળ્યા હતા. આની પહેલા મંગળવારે આંકડામાં 31, 443 હતા જે 118 દિવસોમાં મોતનો સૌથી ઓછો આંકડો હતો. આ રીતે જોઈએ તો બે દિવસમાં નવા કેસના આંકડામાં લગભગ 10000 નો વધારો થયો છે. હાલમાં દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા અત્યાર સુધી મળેલા કુલ મામલાના 1.39 ટકા બરાબર છે. પરંતુ જો કેસોમાં વધારો જારી રહ્યો અને રિકવરીની સંખ્યા ઓછી રહી તો કેસમાં વધારો થઈ શકે છે.