ગાંધીનગર

શ્રી સાર્વજનીક ગણેશ મહોત્સવ સમિતિની સામાન્ય સભા યોજાઈ

ગાંધીનગર :

શ્રી સાર્વજનીક ગણેશ મહોત્સવ સમિતિના અધ્યક્ષ શ્રી નિશીત વ્યાસ ના અધ્યક્ષપદે પ૭ વર્ષના ગાંધીનગરને એક આગવી ઓળખ અપાવનાર પ૧ વર્ષથી સતત ઉજવાતા લોકપ્રિય શ્રી ગણેશોત્સવની ઉજવણી માટે શ્રી સાર્વજનીક ગણેશ મહોત્સવ સમિતિના સર્વ કારોબારી સભ્યો અને ભાવિક ભક્તોની વાર્ષિક સામાન્ય સભા પ૨ (બાવન) માં વર્ષ માં પ્રવેશી રહેલા ગણેશોત્સવની ઉજવણી ની ચર્ચા કરવા તા. ૧૭/૦૭/૨૦૨૧ શનિવારના રોજ સરકીટ હાઉસ ગાંધીનગર ખાતે મળેલ હતી. મિટીંગ માં કોરોનાના કપરા કાળમાં સંપૂર્ણ સોશિયલ ડીસ્ટન્સીંગ, સેનેટાઇઝેશન ના સર્વ નિયમોની કાળજી રાખવામાં આવેલ હતી. શ્રી સાર્વજનીક ગણેશ મહોત્સવ સમિતિના અધ્યક્ષ શ્રી નિશીત વ્યાસે પ્રારંભિક પ્રવચન માં ગાંધીનગર શહેર પર અને ગાંધીનગરની ભાવીક, ધર્મપ્રેમી જનતા પર દાદાની કૃપાદૃષ્ટિ રહે, અને સર્વના કલ્યાણ હેતુ, આરોગ્ય, ઐશ્વર્ય, સુખાકારીની અભ્યર્થના સાથે પ્રાર્થના કરવા માટે અપિલ કરી હિસાબો રજુ કર્યા હતા, જે સર્વસંમતિથી મંજૂર કરવામાં આવેલ હતા. આ વખતે પણ ગયા વર્ષ ની જેમ ગાંધીનગર ખાતે સેક્ટર-૨૨ ના રંગમંચ પર પરંપરાગત રીતે ભગવાનશ્રી ગણેશજી નું સંપુર્ણ શાસ્ત્રોક્ત વિધી પુર્વક સ્થાપન કરવા તેમજ સરકારની ગાઈડલાઈ મુજબ કાર્યક્રમ યોજવા માટે જરુરી સરકારી પરવાનગી નિયમાનુસાર લેવાનું નક્કી થયેલ હતું.

ત્યાર બાદ આદરણિય શ્રી અરુણભાઇ બુચે આશિર્વચન આપ્યા હતા તેમજ ગાંધીનગર જીલ્લા મહાનગર પાલીકાના વિરોધ પક્ષના નેતા શ્રી શૈલેન્દ્રસિંહજી બીહોલાએ, ડૉ. ચેતનાબેન બુચ, શ્રી મનોજભાઇ શુક્લ, શ્રી મનોજભાઇ લેકિનવાલા એ નિશીત ભાઇ વ્યાસની રજૂઆતને અનુમોદન આપેલ હતું અને તેમના વિચાર રજુ કર્યા હતા.

સામાન્ય સભામાં ગાંધીનગરના અગ્રણી નાગરીકો હાજર રહેલા હતા.

શ્રી ચીમનભાઇ વિંઝુડા, રાજેન્દ્ર ચાવડા, રાજુભાઇ પ્રજાપતી, લીલાબેન ઠાકોર, વૈભવ જાની, મિતુલ જોષી, અરુણ પરીખ, શ્રીમાળી, અશ્વીન ટાપરિયા, માનાજી મારવાડી, હનીફ શેખ અને ભવ્યાબેન હાજર રહેલા હતા અને કોરોનાના કપરા કાળમાં આ પારંપરિક લોકોત્સવની ઉજવણી અંગે પોતાના વિચારો રજુ કર્યા હતા.

મિટીંગ ની પૂર્ણાહિતી માં કોવીડ-૧૯ ના પ્રથમ અને દ્વિતિય વેવ દરમ્યાન દુઃખદ નિધન થયેલ દિવંગત દિવ્યાત્માઓ ના આત્મા શાંતિ માટે અને તેમના પરિવારજનો ને તેમના પર આવી પડેલી વિકટ પળનો સામનો ધીરજ પૂર્વક હિંમત થી કરવાની શક્તિ પરમકૃપાળુ પરમાત્મા આપે તેના માટે પ્રાર્થના કરવા માં આવેલ હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x