રાજ્યમાં મેઘરાજાએ કરી જમાવટ, ૧૪૭ તાલુકામાં ખાબક્યો વરસાદ
ગાંધીનગર :
ગુજરાત( Gujarat) માં આજે મેધરાજાની જમાવટ જોવા મળી રહી છે . જેમાં રાજયના 147 તાલુકામાં વરસાદ(Rain) વરસ્યો છે . જેમાં સૌથી વધુ છોટા ઉદેપુરના કવાંટમાં પોણા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જયારે વલસાડના કપરાડામાં ત્રણ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે ગીર સોમનાથમાં વેરાવળમાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો હતો. જૂનાગઢના માણાવદરમાં પણ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં ગિરનાર પર્વત અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તેમજ દામોદર કૂંડમાં નવા નીર આવ્યા છે. જ્યારે ગિરનારના જંગલમાં વધુ વરસાદ પડતાં સોનરખ નદીમાં ઘોડાપૂર આવ્યું છે.રાજ્યના 26 તાલુકામાં બે ઇંચથી વધારે વરસાદ પડ્યો છે.