વર્લ્ડના નંબર ત્રણ ખેલાડી સામે હાર્યા ભારતના તલવાર બાજ ભવાની દેવી, ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા ભારતના ટેબલ ટેનિસ ખેલાડી શરત કમલ
ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2020) માં 25 જૂલાઇનો દિવસ ભારત માટે કંઇક ખાસ રહ્યો નહોતો. જ્યાં એક તરફ મેરીકોમ, મનિકા બત્રા જેવા ખેલાડીઓએ જીત હાંસલ કરી હતી. તો બીજી તરફ મનુ ભાકર અને યશસ્વિની દેસવાલ જેવા મેડલ દાવેદારોએ નિરાશ કર્યા હતા. બંનેનએ પોતાના ઇવેન્ટની ફાઇનલ માટે ક્વોલીફાઇ કરી શક્યા નહોતા. ટોક્યો ઓલિમ્પિક 2020માં આજના દિવસે ભારતીય આર્ચરી ટીમ એકશનમાં નજર આવશે. જેમાં અતનુ દાસ, પ્રવણિ જાદવ અને તરુણદીપ રાયનો આર્ચરી ટીમમાં સમાવેશ છે. ભારતીય મહિલા હોકી ટીમ પોતાની સેકન્ડ પુલ મેચ જર્મની સામે રમશે.
તલવાર બાજીમાં ભારતનો દમ જોવા મળ્યો હતો. ભારતની સીએ ભવાની દેવીએ 15-3 થી શાનદાર જીત મેળવી દિવસની શરુઆત કરી હતી. આ ઉપરાંત આર્ચરીમાં પણ પુરુષ ટીમે કઝાકિસ્તાનને હરાવ્યુ છે અને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યુ છે. ભારત હવે ક્વાર્ટર ફાઇનલમાં કોરિયાનો સામનો કરશે.
ભારતના ટેબલ ટેનિસ ખેલાડી અચંત શરત કમલે 6-2થી જીત મેળવી છે ક્વાર્ટરફાઇનલમાં પહોંચ્યા છે. અચંતનો હવેનો મુકાબલો ચીનના મા લોન્ગ સાથે મંગળવારે થશે.
પહેલીવાર ઓલિમ્પિકમાં રમનાર ભવાની દેવીએ ફ્રાંસના વર્લ્ડ નંબર ત્રણ ખેલાડી મૈનન બ્રુનેટને જોરદાર ટક્કર આપવાની કોશિશ કરી પરંતુ મુકાબલો 7-15થી હારી ગયા. હારવા છતા ફેંસિંગમાં ભવાની દેવીએ ઇતિહાસ રચ્યો છે.