રાજ્યમાં આજથી ધોરણ-9 થી 11ના વર્ગો શરૂ, વિદ્યાર્થીઓ માટે વાલીનું સંમતિપત્રક ફરજિયાત
રાજ્યમાં આજથી ધોરણ 9થી 11ના વર્ગો સાથે શાળાના પ્રાંગણ ફરી ધમધમતા થશે.રાજ્ય સરકારે 50 ટકા ક્ષમતા સાથે ધોરણ 9થી 11ના વર્ગો શરૂ કરવાની પરવાનગી આપી છે. સાથે જ SOPના પાલન પર પણ ભાર મુક્યો છે. રાજ્યમાં દોઢ વર્ષ બાદ રાજ્યમાં ઓફલાઇન શાળા આજથી શરૂ થશે.મહત્વપૂર્ણ છે કે રાજ્ય સરકારના નિર્ણયને વાલીઓ, વિદ્યાર્થી અને શિક્ષકોએ આવકાર્યો હતો.રાહતની વાત એ છે કે શાળામાં ન આવનાર વિદ્યાર્થીઓ માટે ઑનલાઈન ક્લાસની સુવિધા પણ ચાલુ રહેશે.તો સ્કૂલે જનારા વિદ્યાર્થીઓ માટે વાલીનું સંમતિપત્રક ફરજિયાત છે. શાળાઓએ વિદ્યાર્થીઓને ફેસશિલ્ડ અને હેન્ડ ગ્લવ્સ પહેરીને આવવાની સૂચના આપી છે. વિદ્યાર્થીઓ ભેગા ન થયા અને ટોળા ન થયા તે માટે સાવચેતીના ભાગ રૂપે વિદ્યાર્થીઓને રીસેસ આપવામાં નહીં આવે.