PM મોદીએ કહ્યું, “શહીદોની વીરતા અને બલિદાન હંમેશા યાદ રહેશે”, આ નેતાઓએ પણ આપી શ્રદ્ધાંજલિ
કારગિલ વિજય દિવસની આજે 22મી વર્ષગાંઠ છે. આ સમયે પીએમ મોદીએ તમામને શ્રદ્ધાંજલિ આપી છે જેઓએ કારગિલ યુદ્ધમાં પોતાનું બલિદાન આપ્યું છે. પીએમ મોદીએ ગયા વર્ષની મન કી બાતનો એક ભાગ શેર કર્યો છે. તેમાં તેઓએ કારગિલ યુદ્ધના એ શહીદોને નમન કર્યા છે. તેઓએ ટ્વિટ કરીને કહ્યું કે આપણે વીર શહીદોના બલિદાન અને તેમની વીરતાને યાદ કરીએ છીએ.
શું કહ્યું પીએમ મોદીએ
આજે કારગિલ વિજય દિવસ પર પીએમ મોદીએ કહ્યું કે અમે એ દરેકનને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જેઓએ દેશની રક્ષા કરવા માટે પોતાના જીવ ખોવ્યા છે. તેમની બહાદુરી અમને રોજ પ્રેરિત કરે છે. સાથે પીએમ મોદીએ ગયા વર્ષની મન કી બાત કાર્યક્રમનો એક અંશ પણ ટ્વિટ કર્યો છે.
આજે દ્રાસનો પ્રવાસ કરશે રાષ્ટ્રપતિ કોવિંદ
કારગિલ વિજય દિવસની 22મી વર્ષગાંઠ છે ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્રાસની મુલાકાત લેશે. 1999માં કારગિલના યુદ્ધમાં ભારતીય સૈનિકોએ દેખાડેલા અદમ્ય સાહસ અને તેમના દ્વારા કરાયેલા સર્વોચ્ચ બલિદાનના કારણે કારગિલ યુદ્ધ સ્મારક પર શ્રદ્ધાંજલિ આપશે અને વિજય દિવસ સમારોહમાં ભાગ પણ લેશે.
કારગિલ વિજય દિવસનું આયોજન દર વર્ષે 26 જુલાઈએ કરાય છે. આ એ દિવસ છે જ્યારે ભારતીય સેનાએ કારગિલમાં દરેક ચોકીને પરત મેળવી હતી. તેની પર પાકિસ્તાનની સેનાએ કબ્જો કરી લીધો હતો. આ લડાઈ જમ્મૂ કાશ્મીરના કારગિલ જિલ્લામાં 1999માં થઈ હતી. મેથી જુલાઈની વચ્ચે આ લડાઈ થઈ હતી. પાકિસ્તાનના તત્કાલિન પ્રધાનમંત્રી નવાઝ શરીફની જાણકારી વિના તત્કાલિન પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ પરવેઝ મુશર્રફે કારગિલમાં ઘૂસપેઠ કરાવી હતી.