આરોગ્યગાંધીનગર

કુડાસણની નિક્કી હોસ્પિટલ ખાતે ડૉ. એ. એ. રતાણી દ્વારા ૧૨ વર્ષની બાળકીને સફળ ઓપરેશન કરાયું

ગાંધીનગર :
ગાંધીનગરમાં કુડાસણ ખાતે આવેલ નિક્કી હોસ્પીટલ માં બાળકોની સારવાર કરવામાં આવે છે. અહી અવારનવાર બાળકોના કોઈપણ પ્રકારના અઘરા ઓપરેશનની સફળ સારવાર થતી જોવા મળે છે. તાજેતરમાં રાધનપુર ખાતે ૧૨ વર્ષની બાળકીને શ્વાસો શ્વાસમા તકલીફ થતા રાધનપુર થી emergency મા ગાંધીનગર લાવ્યામાં આવી હતી. બાળકીનો CT SCAN નો રીપોર્ટ કરાવતા જોવા મળ્યું કે બાળકની જમણી બાજુની શ્વાસ નળી મા કઈક ફસાઈ ગયું હતું. હોસ્પિટલમાં બાળકોના નિષ્ણાંત સર્જન ડૉ. એ.એ. રતાણી સારવાર કરે છે. એમને દૂરબીન દ્વારા તપાસ કરી ને બાળકી ની શ્વાસ નળી માંથી રમકડાં નો એક ટુકડો કાઢ્યો. ખુબજ જોખમી ઓપરેશન મા anasthetist ડૉ. માનસી સ્વામિનારાયણ અને એપલ હોસ્પિટલ ના આઇસીયુ ના નિષ્ણાંત ડૉ. પાર્થ શાહ એ પણ ડૉ. રતાની ને મદદ કરી હતી. ખુબજ જટીલ ઓપરેશન કરી ને ડોક્ટર ની ટીમ એ આ 12 વરસ ની બાળકીનો જીવ બચાવ્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x