હૉકીમાં ભારતીય ટીમનો દમદાર ગોલ, સ્પેનને 3-0થી હરાવ્યુ
ટોક્યો ઓલિમ્પિક-2020માં ભારત માટે આજનો દિવસ ઘણો મહત્વપૂર્ણ રહેશે. આજે અનેક રમતોનુ આયોજન જેમાં ભારતીય ખેલાડીઓ ભાગ લેશે.
દિવસની શરુઆત નિશાનેબાજી સાથે થઇ 10 મીટર એર પિસ્ટલ મિકસ્ડ ટીમમાં મનુ ભાકર અને સૌરભ ચૌધરી તેમજ અભિષેક વર્મા અને યશસ્વિીની દેસવાલની જોડી ઉતરી.
આપને જણાવી દઇએ કે નિશાનેબાજીમાં 10મીટર એર પિસ્ટલ મિકસ્ડ ટીમ સ્પર્ધામાં મનુ અને સૌરભની જોડીએ આગામી પડાવ માટે ક્વોલિફાય કરી લીધુ . જ્યારે અભિષેક યશસ્વિની જોડી બહાર થઇ ચૂકી , મનુ-સૌરભની જોડી ક્વોલિફાય થઇને બીજા રાઉન્ડમાં પહોંચી પરંતુ ટૉપ-4માં ન પહોંચી શકી અને મેડલની રેસથી બહાર નિકળી ચૂકી છે.
ભારતીય હૉકી ટીમે બીજી જીત મેળવી છે. હૉકી ટીમે સ્પેનને 3-0થી હરાવ્યુ છે. જ્યારે ટેબલ ટેનિસમાં અચંત શરત પાંચમી ગેમ હાર્યા.પાંચમી ગેમમાં શરુઆતમાં સ્કોર 2-2 હતો. પરંતુ લોંગે ફરી પોતાનો દમ બતાવ્યો અને 7-2થી લીડ લીધી. અચંતને દબાવમાં લઇ લીધા.પાંચમી ગેમ સાથે અચંત મેચ પણ હારી ગયા.
ભારતીય નિશાનેબાજ એક વાર ફરી ફ્લોપ રહ્યા છે. 10મીટપ એર રાઇફલ મિકસ્ડ ઇવેન્ટમાં ઇલાવેનિલ વાલારિવન અને દિવ્યાંશ સિંહ પવારની જોડી , અંજુમ મોદગિલ અને દીપક કુમારની જોડી હારી ગઇ છે. દિવ્યાંશ –ઇલાવેનિલની જોડી 626.5 સ્કોર કર્યો અને 12માં સ્થાન પર રહી. જ્યારે અંજુમ દીપકની જોડીએ 623.8 સ્કોર કર્યો અને 18મુ સ્થાન મેળવ્યુ, ટૉપ 8 જોડી સ્ટેજ 2માં જાય છે.