બી.એલ. સંતોષ બની શકે છે કર્ણાટકના મુખ્યપ્રધાન, ટુંક સમયમાં થશે નામની જાહેરાત
કર્ણાટકના આગામી મુખ્ય પ્રધાન (Chief Minister) કોણ બનશે તેના પર સૌ કોઈની નજર મંડરાયેલી છે ત્યારે સુત્રોનું માનીએ તો,કર્ણાટકના નવા મુખ્યપ્રધાન તરીકે બી.એલ.સંતોષના(B L Santosh) નામની ઘોષણા ટુંક સમયમાં કરવામાં આવે તેવી શક્યતા છે.
કર્ણાટક (રાજ્યના પ્રભારી અને ભાજપ મહામંત્રી અરુણ સિંહ (Arun Sinh)મંગળવારે બેંગલુરુ પહોંચશે તેવી સંભાવના છે. બી.એલ. સંતોષની વાત કરવામાં આવે તો, તે એક તેજસ્વી વિદ્યાર્થી અને પ્રાદેશિક ઇજનેરી કોલેજમાંથી એન્જિનિયરિંગમાં સ્નાતકની પદવી મેળવેલી છે. તેઓ RSSના (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)પ્રચારક પણ છે, અને તેમણે કર્ણાટકમાં ભાજપના મહાસચિવ તરીકે પણ કામ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે,બે વર્ષ પહેલા બી.એલ. સંતોષને (B L santosh) ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. અહેવાલ અનુસાર, દરેક વિધાનસભા મતક્ષેત્રમાં પાર્ટીના (Party) કાર્યકરો તેમને નામથી ઓળખે છે. અને તેઓ પક્ષમાં પ્રેમથી સંતોષજી તરીકે ઓળખાય છે.
ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓ અને જેડીએસ નેતા એચડી રેવાન્ના સાથે બી.એલ. સંતોષ સંપર્કમાં
સૂત્રોનું માનીએ તો, બી.એલ. સંતોષ સોમવારે બેંગલુરુ(Bengaluru) પહોંચ્યા છે અને ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓ જેડીએસ નેતા એચડી રેવાન્ના (HD Revanna) તેમના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. વિધાનસભામાં(Assembly) JDSના ઉપનેતા બાંદપ્પા કાશેમપુર છેલ્લા ચાર દિવસથી દિલ્હીમાં(Delhi) હોવાનું અને સોમવારે બેંગલુરુ પરત ફર્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
આપને જણાવવું રહ્યું કે,આ પહેલા સોમવારે કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ (BS Yeddyurappa) તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું અને રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે (Thavarchand gehlot)મુખ્ય પ્રધાન બી.એસ. યેદીયુરપ્પાના રાજીનામાને સ્વીકાર્યું છે.મહત્વનું છે કે, બી.એસ. યેદીયુરપ્પાએ મુખ્યપ્રધાન તરીકે બે વર્ષનો કાર્યભાળ સંભાળ્યો હતો.