રમતગમત

13 વર્ષની નિશિયાએ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો

એક જ રમતમાં 13 વર્ષની બે છોકરીઓએ મચાવી ધમાલ, એક જીત્યો ગોલ્ડ તો બીજાએ સિલ્વર મેડલ (Silver medal)જીત્યો છે. ત્રણેય ખેલાડી (Player)ઓનો આ પ્રથમ મેચ હતો અને તેમના પ્રથમ ઓલિમ્પિક ( Olympics)માંમાં ત્રણેય ખેલાડીઓ છવાઈ હતી. તેમણે દેશ માટે મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)ના ચોથા દિવસે કિશોરીઓ શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતુ. એક જ રમતમાં 13-13 વર્ષની બે છોકરીઓએ ધમાલ મચાવી હતી. તેણે ઓલિમ્પિકમાં પ્રથમ વખત સામેલ થયેલી સ્કેટબોર્ડિંગ ( skateboarding)ની સ્ટ્રીટ ઈવેન્ટમાં આ ગોલ્ડ મેડલ જીત્યો છે. જેમાં ગોલ્ડ મેડલ (Gold medal)જાપાનની નિશિયા મોમોજી (NISHIYA Momiji) તો સિલ્વર મેડલ બ્રાઝિલ (Brazil)ની રાયસા લીલે કબ્જો કર્યો હતો. આ બંન્ને ખેલાડીઓની ઉંમર માત્ર 13 વર્ષની છે. નિશિયા મોમોજી ઓલિમ્પિકની આ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી જાપાનની પ્રથમ સ્કેટબોર્ડર પણ છે.

13 વર્ષની ગોલ્ડન અને સિલ્વર ગર્લ

સ્કેટબોર્ડિંગ( skateboarding) ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ જાપાનની નિશિયા મોમોજીની આંખમાં આસું આવ્યા હતા કારણ કે, મોમોજી માટે આ સફળતા ખુબ મોટી હતી. પોતાની પ્રથમ ઓલિમ્પિક ( Olympics)માં ગોલ્ડન જીત્યો એ સામાન્ય વાત નથી .બ્રાઝિલ (Brazil) રાયસા લીલ, જેમણે મહિલા સ્કેટબોર્ડિંગને સિલ્વર મેડલ જીત્યો છે. તેમણે 8 વર્ષની વયે જ પ્રકટિસ શરુ કરી હતી. 5 વર્ષની મહેનતનું પરિણામ પણ તેમને મળી ગયુ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x