13 વર્ષની નિશિયાએ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો
એક જ રમતમાં 13 વર્ષની બે છોકરીઓએ મચાવી ધમાલ, એક જીત્યો ગોલ્ડ તો બીજાએ સિલ્વર મેડલ (Silver medal)જીત્યો છે. ત્રણેય ખેલાડી (Player)ઓનો આ પ્રથમ મેચ હતો અને તેમના પ્રથમ ઓલિમ્પિક ( Olympics)માંમાં ત્રણેય ખેલાડીઓ છવાઈ હતી. તેમણે દેશ માટે મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)ના ચોથા દિવસે કિશોરીઓ શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતુ. એક જ રમતમાં 13-13 વર્ષની બે છોકરીઓએ ધમાલ મચાવી હતી. તેણે ઓલિમ્પિકમાં પ્રથમ વખત સામેલ થયેલી સ્કેટબોર્ડિંગ ( skateboarding)ની સ્ટ્રીટ ઈવેન્ટમાં આ ગોલ્ડ મેડલ જીત્યો છે. જેમાં ગોલ્ડ મેડલ (Gold medal)જાપાનની નિશિયા મોમોજી (NISHIYA Momiji) તો સિલ્વર મેડલ બ્રાઝિલ (Brazil)ની રાયસા લીલે કબ્જો કર્યો હતો. આ બંન્ને ખેલાડીઓની ઉંમર માત્ર 13 વર્ષની છે. નિશિયા મોમોજી ઓલિમ્પિકની આ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી જાપાનની પ્રથમ સ્કેટબોર્ડર પણ છે.