કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 4 લોકોનાં મોત, 40 કરતા વધારે લોકો ગુમ, Airforceની મદદ મંગાઈ
જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)ના કિશ્તવાડ વિસ્તારમાં વાદળ ફાટવા (Cloud Burst)ના કારણે અનેક લોકો ગુમ થયા છે. પાંચથી આઠ મકાનો અને એક રેશન ડેપોને નુકસાન થયું છે. અકસ્માતની જાણકારી મળતાની સાથે જ એસડીઆરએફ (SDRF) અને જમ્મુ-કાશ્મીર પોલીસની ટીમ ત્યાંથી રવાના થઈ ગઈ હતી. ભારે વરસાદને કારણે નેટવર્કના અભાવે લોકો સંપર્ક કરી શકતા નથી.
આ ઘટનામાં 40 લોકો ગુમ થઈ ગયા છે. અત્યાર સુધીમાં 4 લોકોની લાશ મળી આવી છે. મળતી માહિતિ પ્રમાણે પાંચથી આઠ જેટલા ઘર તેમજ દુકાનને નુક્શાન પહોચ્યું છે. ભારે વરસાદનાં કારણે નેટવર્કનાં ઈશ્યુ પણ આવી રહ્યા છે. ઘટનામા રાજ્ય સરકાર દ્વારા Airforceની મદદ માગવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં લગાતાર થઈ રહેલા વરસાદનાં કારણે ઘણુ નુક્શાન થઈ ચુક્યું છે. કિશ્તવાડનાં જિલ્લા અધિકારીનાં જમાવ્યા પ્રમાણે સેના અને પોલીસની એક ટીમને મોકલી આપવામાં આવી છે.
જણાવી દઈએ કે ઘણા રાજ્યમાં વરસાદને લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનનાં કેટલાક વિસ્તારમાં વરસાદની સંભાવના બતાવવામાં આવી છે. કિશ્તવાડ શહેર જમ્મૂથી લગભગ 200 કિમિ દુર છે.