કોરોનાની ત્રીજી લહેરને લઈને ચોંકાવનારો રિપોર્ટ, આ મહિને જ આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર
દેશમાં કોરોનાની આંશિક ત્રીજી લહેરની શરૂઆત આ મહિને જ થઈ શકે છે. એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે ઓગસ્ટ મહિનાથી ત્રીજી લહેરની શરૂઆત થશે. આ સમયે રોજના 1 લાખ કેસ આવી શકે છે. બહુ ખરાબ સ્થિતિમાં તે સંખ્યા દોઢ લાખની થઈ શકે છે, હૈદરાબાદ અને કાનપુરમાં IITમાં એક સર્વે કરાયો છે તેમાં ઓક્ટોબરમાં કોરોના પીક પર હોવાનું માનવામાં આવી રહ્યું છે. બ્લૂમબર્ગના અનુસાર જાણવા મળી રહ્યું છે કે કેરળ અને મહારાષ્ટ્રમાં સ્થિતિ ફરીથી ગંભીર બની શકે છે. સંભાવના એ છે કે આ લહેર બીજી લહેર જેટલી ઘાતક રહેશે નહીં.
IITના રિપોર્ટમાં સામે આવી ખાસ વાત
આ વર્ષે મે મહિનામાં કરાયેલા IITના સર્વેનો રિપોર્ટ કહે છે કે ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ મેથમેટિકલ મોડલ આધારિત છે અને કેટલાક દિવસોમાં પીક પર હોઈ શકે છે. બ્લૂમબર્ગના આધારે તે થોડા દિવસોમાં જ પીક પર આવી જશે.
24 કલાકમાં આવ્યા 40784 નવા કોસ
વિદ્યાસાગરની ટીમનું અનુમાન ખોટું સાબિત થયું છે. તેઓએ અનુમાન કર્યું હતું કે જૂનના મધ્યમાં કોરોના વેવ પીક પર રહેશે. પણ કોવિડ ઝડપથી બદલાઈ રહ્યો છે. રોયટર્સે કહ્યું કે પીક 3-5 મેની વચ્ચે રહેશે અને ઈન્ડિયા ટૂડેએ કહ્યું કે પીક 7મેના રોજ રહેશે. વર્લ્ડોમીટર અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 40784 નવા કેસ આવ્યા છે અને 424 લોકોના મોત થયા છે. તો 36808 લોકો રીકવર થયા છે. વેબસાઈટના અનુસાર કુલ 31,695,368 સંક્રમિત જોવા મળી રહ્યા છે.
ડેલ્ટા વેરિઅન્ટ બની શકે છે ખતરનાક
વિશેષજ્ઞના આધારે કોરોના વાયરસનો ડેલ્ટા વેરિઅન્ટ અન્ય વેરિઅન્ટની તુલનામાં વધારે ગંભીર બીમારીનું કારણ બની શકે છે. તે ચિકનપોક્સની જેમ સરળતાથી ફેલાઈ શકે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે વેક્સિનના ડોઝ લઈ ચૂકેલા લોકો પણ ડેલ્ટા વેરિઅન્ટ ફેલાવી શકે છે. ભારતમાં સૌ પહેલા ડેલ્ટા વેરિઅન્ટનો કેસ આવ્યો હતો.