રમતગમત

ભારતને વધુ 2 મેડલ પાક્કા, દીપક પૂનિયા અને રવિ દહિયા સેમી ફાઈનલમાં

આજે વહેલી સવારથી ભારતીયો માટે સારા સમાચાર મળી રહ્યા છે. ત્યારે નિરજ ચોપડા બાદ રવિ દહિયા અને દીપક પૂનિયાએ કમાલ કર્યો છે.

દીપક પૂનિયા અને  રવિ દહિયાએ સેમી ફાઈનલમાં મેળવ્યું સ્થાન 

કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજો સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે. રવિ દહિયા 57 કિગ્રા કેટેગરીમાં અને દીપક પૂનિયા 86 કિગ્રા કેટેગરીમાં સેમિફાઇનલમાં પહોંચ્યા છે. જ્યારે રવિએ બલ્ગેરિયા સામેની મેચ 14-4થી જીતી, દિપકે છેલ્લી સેકન્ડમાં ચીનના શેનને 6-3થી હરાવ્યો. આ સાથે જ દીપક પૂનિયાનો સામનો સેમિફાઇનલમાં અમેરિકાના ડેવિડ મોરિસ ટેલર સાથે થશે જ્યારે રવિનો મુકાબલો કઝાખસ્તાનના નુરીસ્લામ સનાયેવ સાથે થશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x