Microsoft, Facebook ની ઓફિસમાં એન્ટ્રી મારવી છે તો લેવી પડશે વેક્સિન, Google એ પણ રાખી શરત
ટેક્નોલોજીની મોટી મોટી કંપનીઓ પોતાના કર્મચારીઓને ઓફિસમાં પરત બોલાવાને લઇને સ્પષ્ટ જોવા મળી રહી છે. કંપનીઓ હવે કોરોના વેક્સિન લીધેલા કર્મચારીઓને જ ઓફિસમાં આવવાની અનુમતિ આપી રહી છે. Microsoft આ પ્રકારનો નિર્ણય લેવા વાળી લેટેસ્ટ ટેક દિગ્ગજ બની ગઇ છે. અમેરીકામાં કોરોનાના કેસમાં વધારા વચ્ચે માઇક્રોસોફ્ટે પોતાના કર્મચારીઓ અને સેલર્સને કહ્યુ છે કે, આગામી માસથી માઇક્રોસોફ્ટની કોઇ પણ ઓફિસમાં એન્ટર થવા માટે વેક્સિનેશન સર્ટીફિકેટ બતાવવું પડશે.
એક અહેવાલ પ્રમાણે, કંપની 4 ઓક્ટોબર 2021 થી પોતાની બધી ઓફિસ ચાલુ કરી દેશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યુ કે, અમને બધા જ કર્મચારીઓ, સેલર્સ અને અમેરીકામાં માઇક્રોસોફટની બિલ્ડિંગ્સમાં એન્ટ્રી કરનાર તમામ મહેમાન માટે વેક્સિનેશનના સર્ટીફિકેટની જરૂરિયાત રહેશે અને કર્મચારીઓ માટે એક આવાસ પ્રક્રિયા હશે.
માઇક્રોસોફ્ટનો આ નિર્ણય ફેસબુકના એક નિર્ણય બાદ આવ્યો છે. ફેસબુકે પોતાના તમામ કર્મચારીઓને ઓફિસમાં માસ્ક પહેરવા માટે જણાવ્યુ છે. સાથે જ તેમણે કર્મચારીઓ જ્યારે પણ ઓફિસ આવે ત્યારે વેક્સિન લગાવીને આવે. ફેસબુકે ગત અઠવાડિયે કહ્યુ હતુ કે. જ્યારે પણ ઓફિસ શરૂ કરવામાં આવશે ત્યારે તેના બધા જ અમેરીકી કર્મચારીઓ ફરજિયાત વેક્સિન લગાવીને આવવું.
ઝડપથી ફેલાય રહેલા કોરોનાના ડેલ્ટા વેરિએન્ટની ચિંતા વચ્ચે વેક્સિનેશનનો દર વધવા છતાં અમેરીકામાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. યૂએસ સેન્ટર ફોર ડિઝીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શને જણાવ્યુ કે દર રોજ લગભગ 72,000 નવા કેસ નોંધાય રહ્યા છે. ટ્વીટરે અમેરીકામાં પોતાની ઓફિસ બંધ કરી દીધી છે. ગુગલ અને આલ્ફાબેટના સીઇઓ સુંદર પિચાઇએ કહ્યુ કે વર્ષના અંતમાં ફરીથી ઓફિસ આવતા પહેલા દરેક કર્મચારીઓએ વેક્સિન લેવી ફરજિયાત છે.