ધર્મ દર્શન

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ: શિવમંદિરોમાં ગુંજી ઉઠ્યો ભગવાન શિવનો નાદ

આજે સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થશે. પવિત્ર શ્રાવણ મહિલાની શરૂઆત થતા શિવમંદિરોમાં ભગવાન શિવની મહિમા અને ગુણગામ ગુંજી ઉઠ્યો છે.

અનેક મહાલયોમાં શિવની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં આવેલ બિલેશ્વર મહાદેવના મંદિરમાં પણ મોટી સંખ્યમાં શિવ ભક્યો ઉમટ્યા છે. મહત્વનું છે કે કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે કોરોના ગાઈડલાઈન સાથે મંદિરોમાં ભક્તોને દર્શન કરવા માટે છુટ મળી છે જેમાં કોવિટ નિયમોનું ચુસ્ત પણે પાલન કરવામાં આવી રહ્યું છે.

આજથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત

આ વખતે તા.૯ ઓગષ્ટથી શ્રાવણ મહિના સોમવારથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે જે ૬ સપ્ટેમ્બરના રોજ સોમવારના દિવસે  શ્રાવણ મહિનો  પૂર્ણ થશે. મહત્વનું છે કે  લાંબા સમય બાદ શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવી રહ્યા છે. જેને લઇનેશિવભક્તોમાં ભારે આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે.

શિવ મંદિરો શિવ ભોલેના નાદની  ગૂંજી ઉઠ્યા 

ઉલ્લેખનિય છે શ્રાવણમાં શિવ મહિમાનું  વિશેષ મહત્વ હોવાથી શિવ ભક્તો ઉપવાસ અને ભગવાન શિવની આધારના કરતા હોય છે એટલું જ નહીં પાંચ સોમવારવાળા આ શ્રાવણ માસને ભક્તો અતિશુભ માની ભગવાની શિવની પૂજા કરી છે અને બિલીપત્ર ચઢાવે છે.. શિવભક્તો આખો માસ ઉપવાસ કરીને,  શિવલિંગ પર દૂધ, બિલીપત્ર ચઢાવીને, યથાશક્તિ દાન કરીને, ઓમ નમઃ શિવાયના જાપ કરીને ભગવાન શિવના આશિર્વાદ અને કૃપાદ્રષ્ટિ  મેળવશે. આ માસ દરમિયાન શિવભક્તો આજુબાજુના પ્રખ્યાત શિવમંદીરોના દર્શન કરીને ધન્યતા અનુભવશે.

કોવિડ ગાઈડલાઈન સાથે ભક્તોને દર્શન માટે અપીલ

પૂર્વ અમદાવાદમાં શ્રાવણ માસને લઇને શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રખિયાલમાં આવેલા ચકુડિયા મહાદેવ મંદિર, સારંગપુરમાં આવેલા કર્ણમુક્તેશ્વર મંદિર, ઇન્દિરાબ્રિજ  પાસે સાબરમતી નદીના પટમાં આવેલ રણમુક્તેશ્વર મંદિર, વસ્ત્રાલ ગામનું પ્રાચિન શિવ મંદિર, સિંગરવામાં આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, એરપોર્ટની દિવાલને અડીને આવેલા કુબેરેશ્વર મંદિરમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x