આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

ભારતના દબાણ સામે ઝૂક્યું પાકિસ્તાન, હિન્દુ મંદિરમાં તોડફોડ મામલે કરવું પડ્યું આ કામ

ભારતના દબાણ સામે નમીને પાકિસ્તાન સરકારે આખરે ક્ષતિગ્રસ્ત હિંદ મંદિરની મરામ્મત કરાવી છે. ઈમરાન સરકારે કહ્યું પંજાબ પ્રાંતમાં તોડાયેલા મંદિરની મરામ્મત કરવા માટે તેને હિંદુ સમુદાયને સોંપવામાં આવ્યું છે. સાથે હુમલામાં 90 શંકાસ્પદની ઘરપકડ કરાઈ છે. લાહોરથી લગભગ 590 કિમી દૂરના પ્રાંતમાં રહીમ યાર ખાન જિલ્લાના ભોંગ કસ્બામાં 4 ઓગસ્ટે એક ગણેશ મંદિર પર ભીડે હુમલો કર્યો જેની પર ભારત સરકારે તીખો જવાબ આપ્યો હતો.

Imran Khanએ આપ્યું હતું આશ્વાસન
પાકિસ્તાનના કટ્ટરપંથીઓએ એક હિંદુ બાળક પર ઈશનિંદાનો આરોપ લગાવ્યો છે. બાળકને કોર્ટથી જમાનત મેળવ્યા બાદ ભડકેલી ભીડે હથિયારોની સાથે હિંદુઓ પર હુમલો કર્યો આ સમયે મંદિરમાં પણ તોડફોડ કરવામાં આવી. ભગવાનની મૂર્તિઓને ખંડિત કરાઈ. આ ઘટનાને લઈને ભારત સરકારે મોટો વિરોધ નોંધાવ્યો, આ પછી પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને મંદિરની મરામ્મતની વાત કહી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x