રાષ્ટ્રીય

પંજાબના CM અમરિંદર સિંહ આજે પીએમ મોદી સાથે કરી શકે મુલાકાત, કૃષિ કાયદાને નાબૂદ કરવા મુદ્દે ચર્ચા થવાની સંભાવના

અમરિંદર સિંહે મંગળવારે અમિત શાહ સાથેની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, કૃષિ કાયદાઓએ પંજાબ અને અન્ય રાજ્યોમાં ખેડૂતોમાં ભારે અસંતોષ પેદા કર્યો છે, તેથી આ કાયદાઓને (Agriculture Law) રદ કરવાની માંગ કરી હતી.

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ આજે એટલે કે બુધવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) મળે તેવી શક્યતા છે. આ પહેલા મંગળવારે અમરિંદર સિંહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી અને તેમણે લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનની સામાજિક, આર્થિક અને સુરક્ષા અસરોને દર્શાવીને ત્રણેય કૃષિ કાયદા(Three Agriculture law)  પાછા ખેંચવાની અમિત શાહને અપીલ કરી હતી.

પંજાબના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, અમરિંદર સિંહે (Amrindar Sinh) પાકિસ્તાન સમર્થિત આતંકવાદી દળો સામે બચાવ માટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની 25 કંપનીઓ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (Border Security Force) માટે ડ્રોન વિરોધી સાધનોની માંગણી કરી હતી. ઉપરાંત તેમણે હિન્દુ મંદિરો, અગ્રણી ખેડૂત નેતાઓ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) કચેરીઓ, આરએસએસ અને ભાજપના નેતાઓને (BJP Leader) નિશાન બનાવીને હુમલો થવાની આશંકા વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીએ બેઠક દરમિયાન અમિત શાહને જણાવ્યું હતું કે, કૃષિ કાયદાઓએ પંજાબ (Punjab) અને અન્ય રાજ્યોમાં ખેડૂતોમાં ભારે અસંતોષ પેદા કર્યો છે, તેથી આ કાયદાઓ રદ કરવા જોઈએ. ઉપરાંત તેમણે સરહદ પારથી દુશ્મન દળો દ્વારા અસંતોષ અને સરકાર સામેના રોષનો ફાયદો ઉઠાવવાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

આંદોલનને કારણે પંજાબની આર્થિક પ્રવૃત્તિઓ પ્રભાવિત થઈ- અમરિંદર સિંહ

અમરિંદર સિંહે જણાવ્યું હતુ કે, જૂન 2020 થી જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા વટહુકમો બહાર પાડવામાં આવ્યા, ત્યારથી પંજાબમાં વિરોધ થઈ રહ્યો છે.સિંહે જણાવ્યું હતું કે, કુષિ આંદોલનને પગલે પંજાબની આર્થિક પ્રવૃત્તિઓને અસર થઈ રહી છે,ઉપરાંત સામાજિક માળખાને અસર થવાની સંભાવના છે.જેથી વહેલી તકે કુષિ કાયદાઓ રદ્દ કરવા શાહને (Amit Shah) અપીલ કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x