રાજ્ય સરકારની કેબીનેટ બેઠક પૂર્ણ, ભુપેન્દ્રસિંહે કહ્યું 9 દિવસનો કાર્યકમ વિક્રમજનક રહ્યો
આજે 11 ઓગષ્ટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબીનેટ બેઠક પૂર્ણ થઇ છે. કેબીનેટ બેઠક બાદ રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદ યોજી. તેમણે પત્રકાર પરિષદમાં રાજ્યના પાંચ વર્ષ પુરા થવાના ઉપલક્ષ્યમાં યોજાયેલા 9 દિવસના સેવાયજ્ઞ અંગેની માહિતી આપી હતી.
શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકારોને સંબોધન કરતા કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા 9 દિવસનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો એ વિક્રમજનક રહ્યો છે. આ 9 દિવસના કાર્યક્રમમાં કુલ 8,068 કરોડના કામો કરવામાં આવ્યાં છે.