ગુજરાતમાં ધો6થી 8ના વર્ગો શરૂ થવાને લઈ મોટા સમાચાર, શિક્ષણમંત્રીએ જુઓ શું કહ્યું
ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત ઘટી રહ્યું છે. અને જનજીવન ધીમે ધીમે રાબેતા મુજબ થઈ રહ્યું છે. ત્યારે રાજ્યમાં પ્રાથમીક શાળો શરૂ કરવાને લઈને શિક્ષણ મંત્રીએ મોટા સંકેત આપ્યા છે. ગાંધીનગર ખાતે રૂપાણી સરકારની યોજાયેલી કેબિનેટ બેઠક બાદ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા ગુજરાતમાં અગામી 15 ઓગસ્ટ બાદ પ્રાથમીક શાળાઓ શરૂ કરવાના સંકેત આપ્યા છે.