ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું જાહેર થયું પરિણામ, જાણો કેટલા વિદ્યાર્થીઓ થયા પાસ
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે આ વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જૂલાઈના રોજ લેવામાં આવી હતી જેનું પરિણામ 15.32 ટકા આવ્યું છે.
રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર
મહત્વનું છે કે વિજ્ઞાન પ્રવાહના 32,465 વિદ્યાર્થીઓ પૈકી 30,343 વિદ્યાર્થીઓ જ પરિક્ષા આપી હતી. જેમાંથી માત્ર 4,649 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. જેમાં 2,281 વિદ્યાર્થીઓ અને 2,368 વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે.
રિપીટરનું 15.32 ટકા પરિણામ
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થતાં રાજ્ય સરકારે ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હતું. મહત્વનું છે કે આ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ પોતાની બેઠક નંબરના આધારે પરિણામ જોઈ શકશે.
4,649 વિદ્યાર્થીઓ જ પાસ થયા
આ પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે, જો કે હજુ શાળાઓમાં માર્કશીટ ક્યારે મોકલાશે તે અંહે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર result.gseb.org પર પોતાનો બેઠક નંબર નાંખી પરિણામ જોઈ શકે છે.