ગાંધીનગર

ગાંધીનગર શહેરી સિટીબસ સેવા ખાતે સ્વતંત્ર દિવસની ઉજવણીનો કાર્યક્રમ કરાયો

ગાંધીનગર :
ગાંધીનગર શહેરી વિસ્તારોમાં સિટી બસ સેવા આપતી કંપની યોગી એજયુટ્રાન્ઝિટ પ્રા. લી. ગાંધીનગર ખાતે સીટી બસ સેવાની કામગીરી કરી રહી છે, જેમાં આજ રોજ સીટી બસ સેવામાં સ્વતંત્ર દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખેલ હતો. જેમાં કંપનીમાં કામ કરતા ડ્રાયવર અને કંડકટર સહિત સ્ટાફ મિત્રો તેમજ શહેરના અન્ય નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં કંપનીમાં સારી કામગીરી કરતા ડ્રાયવર અને કંડકટર સહિત સ્ટાફ મિત્રોને તેમની સારી કામગીરી માટે આ કંપનીના ડાયરેક્ટર શ્રી ભરતસિંહ કુંપાવત અને કંપનીના વાઇસ પ્રેસિડન્ટ શ્રી મુકેશ વેદ દ્વારા પુરસ્કાર અર્પણ કરવામાં આવેલ હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x