સુરતના શિક્ષકે માટીમાંથી 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ તૈયાર કરી, લીમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધ લેવાઈ
સુરત(Surat)ના શિક્ષક વિનોદકુમાર જાદવે શ્રાવણ માસમાં માટીમાંથી 12 જ્યોતિર્લિંગ તૈયાર કર્યા હતા. તેમણે સોમનાથ નાગેશ્વર, મહાકાલેશ્વર સહિત વિવિધ 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ તૈયાર કરી હતી. બાર જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ બનાવવા માટે તેમણે છ કલાકનો સમય લાગ્યો હતો. પ્રથમવાર સાદી માટીથી બનાવેલા શિવલિંગ ફાટી જતા હતા. તેથી શિવલિંગ બનાવવા માટે તેઓ ગણેશ પ્રતિમાની માટીનો ઉપયોગ કરે છે. આ શિક્ષકની અનોખી કારીગરીથી લોકો મંત્રમુગ્ધ બન્યા છે. વિનોદકુમાર જાદવને પોતાની આ કારીગરી માટે લીમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધ લેવાઈ છે.