સુપ્રીમ કોર્ટના જજ તરીકે ગુજરાતમાં કાર્યરત 2 જજ ના નામોની ભલામણ
હાલ સુપ્રીમ કોર્ટના જજ નીમવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કોલેજીયમ સિસ્ટમથી સુપ્રીમ કોર્ટના જજ બનવાની ભલામણ કરવાં આવતી હોય છે તેમાં હાલ અલગ અલગ રાજ્યો હાઈકોર્ટમાં જજની કામગીરીને ધ્યાને રાખી આ અંગે કેન્દ્ર અને સુપ્રીમ કોર્ટની મળેલી કોલેજીયમ પાસે નામો મોકલતા હોય છે જેમાં ગુજરાતથી 2 જજના નામની કેંદ્ર પાસે ભલામણ મોકલવામાં આવી છે.
ગુજ. HCના CJ વિક્રમનાથ, જજ બેલાબેન ત્રિવેદીના નામની ભલામણ
કોલેજિયમની સુપ્રીમકોર્ટના જજની નિયુક્તિ માટે ભલામણમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ, જજ તરીકે કાર્યરત બેલાબેન ત્રિવેદીના નામો સુપ્રીમ કોર્ટના જજ તરીકેની ભલામણ માટે મોકલવામાં આવ્યા છે. કોલેજિયમ દ્વારા 9 નામોની ભલામણ કરવામાં આવી જેમાં ત્રણ મહિલા જજ નામો પણ કોલેજીયમ પાસે મોકલવામાં આવ્યા છે. જેમાં ગુજરાતનાં 2 જજ સહિત તેલંગાણા HCના CJ હિમા કોહલી,કર્ણાટક HCના જજ બીવી નાગરત્નાનો પણ સમાવેશ થાય છે.
જસ્ટિસ નાગરત્નાના બની શકે છે ભારતના પ્રથમ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા
સાથે જ ભારતના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એટલે કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકેના નામની પણ ચર્ચા કરવામાં આવી રહી છે. ભારતને પહેલા મહિલા ચીફ જસ્ટિસ મળી શકે છે. જસ્ટિસ નાગરત્નાનું નામ કોલેજીયમમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે મોકવામાં આવશે તેવી સંભાવનાઓ છે. આ સાથે જ જસ્ટિસ નાગરત્નાના રૂપમાં ભારતને પહેલા મહિલા CJI મળી શકે છે.