કેળાની સાથે દહી ખાવાથી શરીરને થશે ફાયદો
કેળા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ શરીરમાં આયર્નની કમીને પુરી કરે છે અને શરીરને એનર્જી પણ આપે છે. ત્યાં જ દહીં પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં હાજર ગુડ બેક્ટેરિયા પાચન તંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને પેટની સમસ્યાઓને દૂર કરે છે. જોકે મોટાભાગના લોકો કેળાની સાથે દૂધનું સેવન કરે છે. પરંતુ કેળાની સાથે દહીનું સેવન કરવાથી શરીરને ખૂબ ફાયદો થાય છે. કેળા અને દહીંનું સાથે સેવન કરવાથી શરૂરને ઘણી સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓથી બચાવી શકાય છે.
કબજીયાતથી રાહત
જો કબજીયાતની સમસ્યાથી પરેશાન છો તો તમે બ્રેકફાસ્ટમાં કેળા અને દહીં ખાઈ શકો છો. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કબજીયાતની સમસ્યાને દૂર કરવા માટે દહીમાં કેળા અને સુકી દ્વાક્ષ નાખીને ખાવાથી રાહત મળે છે.
વજન કંટ્રોલ
દહીં અને કેળા બન્નેમાં ફાઈબરની માત્રા વધુ હોય છે. દહીંમાં કેળા નાખીને ખાવાથી શરીરનું ફેટ ઝડપથી બર્ન થાય છે. દહીં અને કેળાને બ્રેકફાસ્ટમાં ખાવાથી પેટ લાંબા સમય સુધી હેવી અને ભરેલું લાગે છે. જેના કારણે ઓવર ઈટિંગથી બચી શકાય છે. અને વજનને કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે.
મજબૂત હાડકા
કેળામાં હાજર ફાઈબર દહીંના ગુડ બેક્ટેરિયાને સપોર્ટ કરે છે. જેનાથી કેલ્શિયમનું એબ્ઝોપ્શન સારી રીતે થાય છે. બ્રેકફાસ્ટમાં દહી અને કેળાનું સેવન કરવાથી હાડકાને મજબૂત બનાવી શકાય છે.
એનર્જી
જો તમે વધુ થકા અનુભવો છો તો તમારે કેળા અને દહીંનું સેવન કરવું જોઈએ. કેળા અને દહીંને બ્રેકફાસ્ટમાં ખાવાથી શરીરમાં દિવસભર એનર્જી બની રહે છે અને થાક પણ નથી લાગતો.