ગુજરાત

2014 પછી ફરી એક વખત ગુજરાતના રાજકારણમાં સક્રિય થયા પ્રશાંત કિશોર

આ વખતે  ગુજરાત વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ માટે લીટમસ ટેસ્ટ સાબિત થનાર છે. ત્યારે કોંગ્રેસનું નેતૃત્વ ચમત્કારની આશા રાખી રહ્યું છે. 27 વર્ષથી ગુજરાતમાં સત્તાથી દુર રહ્યા બાદ આવનાર ચૂંટણીઓમાં સત્તા પર આવવાની અપેક્ષાઓ સાથે..કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરને ગુજરાતમાં લાવવાની માંગ કરી રહ્યા છે. ત્યારે હવે 2014ની ચૂંટણી બાદ પ્રથમ વખત પ્રશાંત કિશોર ગુજરાતના રાજકારણમાં સક્રિય  થયા છે.

સોશ્યલ મીડિયા પર સક્રિય થયા પ્રશાંત કિશોર

2014ની ચૂંટણી બાદ પ્રશાંત કિશોર ગુજરાતના રાજકારણમાં પગ પેસારો કરવા જઈ રહ્યા છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી સક્રિય થઈ રહેલા પ્રશાત કિશોર હાલ ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય બની રહ્યા છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટવીટરના માધ્યમથી યુવાનોના રસને સમજી રહ્યા છે. ડિજિટલ માધ્યમથી કરેલ આ શ્રી ગણેશમાં રસ ધરાવતા યુવાનો ઓનલાઇન ફોર્મ ભરી રહ્યા છે.

Youth in Politics નામથી બનાવાયુ પેજ

રાજકારણમાં બેઠેલા પક્ષને અવાર નવાર ઊભો કરનાર રણનીતિકાર પ્રશાંત કિશોરે Youth in Politics નામનું પેજ બનાવ્યુ છે જેમાં રસ ધરાવતા યુવાનો ઓનલાઇન અરજી કરી રહ્યા છે. તેમાં મહત્વની વાત એ છે કે રાજકીય ફેલોશીપ કાર્યક્રમમાં યુવાનોને જોડાવા ગુજરાતીમાં પોસ્ટ કરવામાં આવી છે. જેના પરથી સમજી શકાય છે કે 2022માં આવનારી ચૂંટણીમાં પ્રશાંત કિશોર કોંગ્રેસના તારણહાર બની શકે છે. હાલ તો રાજકારણમાં રસ ધરાવતા યુવાનોનો ડેટામાં  નામ, વિધાનસભાનું નામ, કઈ પાર્ટીને સમર્થન કરો છો તે સહિતની વિગતો લઈ ગુજરાતનાં રાજકારણમાં યુવાનોને જોડી રહ્યા છે.

પ્રશાંત કિશોરના ‘હાથે’ ગુજરાત

11 ઓગસ્ટના રોજ કોંગ્રેસ ધારાસભ્યોની ગાંધીનગર ખાતે મહત્વની બેઠક મળી હતી , જેમાં પ્રશાંત કિશોરને ગુજરાત કોંગ્રેસની જવાબદારી સોંપવામાં આવે તેવી માંગ ઉઠી હતી. જે બાદ હવે પ્રશાંત કિશોર ધીમે ધીમે ગુજરાતમાં સક્રિય થતાં દેખાઈ રહ્યા છે. ભાજપ પહેલેથી જ ગુજરાતમાં મજબૂત છે ત્યારે હવે AAPની ધમાકેદાર એન્ટ્રીથી કોંગ્રેસ હાંસિયાંમાં ધકેલાઇ ગઈ છે. હાલની સ્થિતિએ ગુજરાતમાં કોંગ્રેસ સાવ પડી જ ભાગી છે. ત્યારે પ્રશાંત કિશોર જો ગુજરાત કોંગ્રેસનો હાથ પકડે તો કોંગ્રેસની ડૂબતી નાવડીને પાર લગાવી શકે તેમ છે. ગુજરાત સમીકરણમાં પ્રશાંત કિશોર સારી રીતે સમજણ ધરાવે છે. 2014નો અનુભવ પણ કામ લાગી શકે તેમ છે ત્યારે પ્રશાંત કિશોરની આ એન્ટ્રી ભાજપ અને આપ માટે ખતરાનું નિશાન હોઈ શકે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x