દેશમાં મોદીની લોકપ્રિયતા ઘટી, મોદીના રેન્કિંગમાં આવેલા ધરખમ ઘટાડાને કારણે ભાજપમાં ફફડાટ
દેશના એક ટોચના મીડિયા હાઉસના સર્વેમાં મોદીના રેન્કિંગમાં આવેલા ધરખમ ઘટાડાને કારણે ભાજપમાં ચિંતા છે. ગયા વર્ષે કરાયેલા સર્વેમાં ૬૬ ટકા લોકોએ મોદીને દેશના આગામી વડાપ્રધાન તરીકે પસંદ કર્યા હતા. આ વર્ષે તેમાં ૪૨ ટકાનો ધરખમ ઘટાડો થયો છે. માત્ર ૨૪ ટકા લોકોએ મોદીને પહેલી પસંદ ગણાવ્યા છે. યોગી આદિત્યનાથ ૧૧ ટકા સાથે બીજા, રાહુલ ગાંધી ૧૦ ટકા સાથે ત્રીજા અને કેજરીવાલ-મમતા ૮-૮ ટકા સાથે પછીના નંબરે છે.
આ પ્રકારના સર્વે મર્યાદિત લોકોના અભિપ્રાયના આધારે કરાતા હોય છે તેથી તેમની વિશ્વસનિયતા સામે હંમેશાં શંકા કરાય છે. સામે આવા સર્વે ઘણાં લોકોનો અભિપ્રાય બદલવાનું કામ પણ કરે છે તેથી ભાજપ ચિંતામાં છે.
ભાજપનું માનવું છે કે, કોરોનાની બીજી લહેર વખતે સરકારે કરેલી કામગીરીના કારણે લોકોમાં આક્રોશ છે તેના કારણે મોદીનું રેન્કિંગ ઘટયું છે. ભાજપનો દાવો છે કે, આ સ્થિતી લાંબો સમય નહીં રહે અને છેલ્લા મહિનામાં લીધેલાં પગલાંને કારણે મોદીની લોકપ્રિયતા પાછો યથાવત થઈ જશે.