તત્કાલીન PM રાજીવ ગાંધીને યાદ કરે છે આખો દેશ, PM મોદી, રાહુલ ગાંધીએ નમન કર્યા
સમગ્ર દેશ આજ પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્નથી સન્માનિત રાજીવ ગાંધીને તેમની જન્મ જયંતી (Rajiv Gandhi Birth Anniversary) પર યાદ કરી રહ્યો છે. આ કડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ રાજીવ ગાંધી (Rajiv Gandhi)ને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. નોંધનીય છે કે, રાજીવ ગાંધીનો જન્મ વર્ષ 1944માં 20 ઓગસ્ટના દિવસે ઈન્દિરા ગાંધી (પૂર્વ વડાંપ્રધાન) અને ફિરોઝ ગાંધીના ઘરે થયો હતો.
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ ટ્વીટ કર્યું કે, ‘આપણા પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીજીની જન્મ જયંતી પર કોટિ-કોટિ નમન.’ તેમની સાથોસાથ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પિતાને નમન કર્યા. રાહુલ રાજઘાટ સ્થિત વીરભૂમિ પહોંચ્યા અને પોતાના પિતાના સમાધિ સ્થળ પર નમન કર્યા.
એક ફેસબુક પોસ્ટમાં પૂર્વ વડાપ્રધાનને યાદ કરતાં રાહુલ ગાંધીએ લખ્યું કે, ‘એક ધર્મનિરપેક્ષ ભારત જ એક અવું ભારત છે જે જીવિત રહી શકે છે. શ્રી રાજીવ ગાંધીજીની જયંતી પર તેમને નમન.’ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)ના ટ્વીટર એકાઉન્ટથી રાજીવ ગાંધીની યાદમાં લખવામાં આવ્યું કે, ‘ભારતના સૌથી યુવા વડાપ્રધાન. 21મી સદીના ભારતના શિલ્પકાર, દૂરંદેશી, નેતા, દેશભક્ત. અમે ભારત રત્ન રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરતાં રાષ્ટ્ર માટે તેમના અપાર યોગદાનને યાદ કરીએ છીએ.’
તેની સાથોસાથ ભારતીય યુવા કોંગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસ બી. વી.એ રાજીવ ગાંધી (Rajiv Gandhi)ને આધુનિક ભારતની તેના દિશાદૃષ્ટિને લઈને યાદ કર્યા અને તેમને દેશમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી તથા ટેલિકોમ્યુનિકેશન ક્રાંતિના જનક ગણાવ્યા.
રાજીવ ગાંધી 1984થી 1989 સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા. વર્ષ 1991માં ચૂંટણી અભિયાન દરમિયાન તમિલનાડુ (Tamil Nadu)ના શ્રીપેરુમબુદુર (Sriperumbudur)માં તેમની સુસાઇડ બોમ્બરે હત્યા કરી હતી. ભારત રત્નથી સન્માનિત રાજીવ ગાંધીની જયંતી કોંગ્રેસ સદભાવના દિવસ (Sadbhavana Diwas) તરીકે ઉજવે છે.